બિલ ગામમાં ગણપતભાઇ અને તેમની પત્ની કોકીલાબેન રહેતા હતા
કોકીલા બેન તેમના ભાઇને ત્યાં રહેવા આવ્યા બાદથી ગુમ થયા
આજે સવારે ખોડીયાર નગર તળાવ પાસેથી મૃતદેહ મળી આવ્યો
હરણી પોલીસે વધુ તપાસ શરૂ કરી
WatchGujarat. સોમવારે ખોડિયાર નગર પાસે આવેલ તળાવના કિનારેથી મળી આવી હતી. આ મહિલા છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતી. દરમિયાન તેની લાશ આજે મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાને કોઈ અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, વડોદરા નજીક આવેલા બિલ ગામમાં ગણપતભાઇ અને તેમની પત્ની કોકીલાબેન રહેતા હતા. ગણપતભાઇ સાથે તેમની પત્ની પણ કલર કામનું કામ કરતી હતી. દરમિયાન સવારે કોકીલાબેનની રહસ્યમય સંજોગોમાં લાશ ન્યુ વી.આઈ.પી. રોડ પર આવેલા ખોડીયાર નગર તળાવની બાજુમાંથી પસાર થતા રસ્તા પરથી મળી આવી હતી. આ બનાવની જાણ ઘરની પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી બાજુ મૃતક કોકીલાબેનના પતિ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેઓએ ભીડ જોઇ હતી. અને ઉભા રહ્યા હતા. તેઓએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પત્ની કોકિલા ખોડિયાર નગર મોટાભાઇના ઘરે રહેવા માટે આવી હતી. પરંતુ, છેલ્લા ત્રણ દિવસથી ઘરે આવી ન હતી. હું તેની શોધખોળ કરી રહ્યો હતો. પરંતુ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો.
દરમિયાન સવારે હું વૈકુંઠ સોસાયટીમાં પૈસા લેવા માટે નીકળ્યો હતો. તે સમયે તળાવ પાસે લોકોની ભીડ જોતાં હું પણ જોવા ગયો હતો. જ્યાં પત્ની ની લાશ જોઇ હતી. સ્થળ ઉપર આવેલી પોલીસને મેં જાતે જ ઓળખી કાઢી હતી.
ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે, કોકિલાબેનને કોઈ અજાણ્યા શખ્સોએ પત્નીના મોઢાના ભાગે બોથડ પદાર્થ મારી ને લાશ ફેકી દીધી હોવાનું સામે આવ્યું છે. ખોડીયાર નગર વિસ્તારમાં ચકચાર જગાવનારા આ બનાવ અંગે હરણી પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણો અંગેની ચોક્કસ માહિતી બહાર આવશે. આ સાથે પોલીસે મૃતક કોકિલાના પતિની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ગોત્રી વિસ્તારમાં પણ શનિવારે તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. દરમિયાન તળાવ કિનારે લોકટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક વિગતો પ્રમાણે, ગોત્રી તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો. અને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.