Unipath લેબોરેટરીના રજુ કરવામાં આવેલા કોરોના રિપોર્ટની ખરાઇ કરવા મોકલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો
Unipath લેબોરેટરીમાં ફરજ બજાવતા ડો. અંકિત ઝવેરીએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નિમેષ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
WatchGujarat. કોરોના કાળમાં અવનવી તકરીબો અજમાવીને પૈસા એકઠા કરવાના કૌભાંડ સામે આવી રહ્યા છે. વડોદરાના એક વ્યક્તિએ Unipath લેબોરેટરીનો બનાવટી કોરોના રિપોર્ટ જમા કરાવીને ઇન્શ્યોરન્સના પૈસા મેળવવા માટે ક્લેઇમ ફાઇલ કર્યો હતો. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા Unipath લેબોરેટરીના રજુ કરવામાં આવેલા કોરોના રિપોર્ટની ખરાઇ કરવા મોકલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
વડોદરાના નીમેષ પરમાર (રહે- 306 લીવઇમ સોસાયટી, ગોત્રી રોડ) દ્વારા HDFC ERGO કંપનીમાં કોરોના રિપોર્ટ સહિતના દસ્તાવેજો મોકલીને રૂ. 2.20 લાખનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કર્યો હતો. ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કર્યા બાદ કંપની દ્વારા દસ્તાવેજોની ખરાઇ કરવાની કામગીરી શરૂ કરી હતી. દસ્તાવેજોની ખરાઇ માટે નીમેશ પરમાન દ્વારા ફાઇલ કરવામાં આવેલો રિપોર્ટ Unipath લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
કોરોના રિપોર્ટ ડો. રવિ પટેલના રેફરન્સથી મોકલવામાં આવ્યો હતો. જો કે ડો. રવિ પટેલ નામની કોઇ વ્યક્તિએ રેફરન્સ આપ્યો જ ન હતો. રિપોર્ટ અંગે શંકા જતા લેબોરેટરીના ડોક્ટર્સ દ્વારા સોફ્ટવેરમાં ડેટાનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. વેરીફીકેશન દરમિયાન રિપોર્ટ બોગસ હોવાનો ખુલાસો થયો હતો. જેને લઇને Unipath લેબોરેટરીમાં ફરજ બજાવતા ડો. અંકિત ઝવેરીએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નિમેષ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કોરોના રિપોર્ટ ક્લેઇમ કરીને ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા અંગે જુના મામલાની વધુ તપાસ કરવામાં આવે તો સુનિયોજીત રીચે આચરવામાં આવતું કૌભાંડ સામે આવી શકે તેમ છે. નિમેષ પરમાર અગાઉ શહેરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. નિમેષે ડોક્ટર દ્વારા આપવામાં આવતા ફોરમેટ અનુસાર જ આખો રિપોર્ટ તૈયાર કર્યો હતો. આમ, સાચા દેખાય તેવા બનાવટી કાગળીયાઓ ઉભા કરીને ઇન્શ્યોરન્સ કંપનીને ચુનો ચોપડવાનો પ્લાન સોફ્ટવેરના ડેટાને કારણે અટકી હતી.
More #Bogus #covid #report #claim #insurance #busted #unipath #laboratory #cross #verification #Vadodara News