• બાલાજી હોસ્પિ.ના ડોક્ટર સહિત 4 આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજુર
  • કોરોનાનો બોગસ રિપોર્ટ બનાવી ફાઈલ તૈયાર કરી મેડિક્લેમ પકવવાનો કારસો

WatchGujarat. કોરોના પોઝિટિવનો બોગસ રિપોર્ટ બનાવવાના કેસમાં પોલીસે બાલાજી હોસ્પિટલના ડો. અનિલ પટેલ, દ્વારકેશ લેબોરેટરીના રિપલ મિશ્રા અને નિમેશ પરમાર તથા એજન્ટ પ્રવિણ તરસી પરમારને શનિવારે અદાલતમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે તમામ આરોપીનાં બેંક સ્ટેટમેન્ટ મગાવી ટ્રાન્જેકશન સાથે તેમણે અત્યાર સુધી આવા બોગસ રિપોર્ટના આધારે કેટલા મેડિક્લેમ પકવ્યા છે તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે રૂ. 2.20 લાખ ક્લેઇમ કરનાર બોગસ દર્દીનો હિસ્સો માત્ર રૂ. 20 હજાર જ હતો.

મેડિક્લેમ કૌભાંડમાં પોલીસે નિમેશ ચંદુભાઇ પરમાર (લીવઇમ સેવાસી, ગોત્રી), બાલાજી હોસ્પિટલના તબીબ ડો.અનિલ લાભુભાઇ પટેલ (સુખધામ રેસિડેન્સી, વાઘોડિયા રોડ), દ્વારકેશ લેબના રિપલ મોહનલાલ મિશ્રા (વ્રજધારા સોસા, પરિવાર ચાર રસ્તા) અને એજન્ટ પ્રવિણ તરસી પરમાર (શિવ રેસિડેન્સી, છાણી)ની ધરપકડ કરી હતી. ચારેએ ભેગા મળીને મેડિક્લેમ પકવવાનું કૌભાંડ આચર્યું હતું, જેમાં વાઘોડિયા રોડની બાલાજી હોસ્પિટલના ડો. અનિલ પટેલે ખોટાં પ્રિસ્ક્રિપ્શન અને બિલો બનાવ્યા હતા તથા ઈન્ડોર પેશન્ટ તરીકે ખોટી એન્ટ્રી પાડી હતી. દ્વારકેશ લેબના રીપલ મિશ્રાએ ડોક્ટરના કહેવાથી ખોટાં બિલ અને રિપોર્ટ આપ્યા હતા.

કોનો કેટલો હિસ્સો તેની તપાસ

તપાસમાં બહાર આવ્યું હતું કે, નિમેશ નો રૂ. 3 લાખનો ઇન્સ્યોરન્સ હતો. તેને રૂ. 2.20 લાખનો ઇન્સ્યોરન્સ ક્લેઇમ કરવા માટે બોગસ દસ્તાવેજોના આધારે ફાઈલ તૈયાર કરી હતી. કૌભાંડમાં નિમેશને માત્ર રૂ. 20 હજાર મળવાના હતા. ડો.અનિલ પટેલ અને રિપલ મિશ્રા તથા પ્રવિણને કેટલો હિસ્સો મળવાનો હતો તેની પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. કૌભાંડીઓ સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે.

બિલો કઇ રીતે બનાવ્યાં?

નિમેશે કોવિડનો બોગસ રિપોર્ટ કેવી રીતે બનાવ્યો હતો ? તે ઉપરાંત ડો.અનિલ પટેલે ઇન્ડોર પેશન્ટ તરીકે 96 હજારનું બિલ આપ્યું હતું, કયા બેડ પર પેશન્ટ હતો અને તેણે બિલો કઇ રીતે બનાવ્યાં હતાં તેની તપાસ કરાશે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી આવનાર સમયમાં બહાર આવી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud