એક જ સપ્તાહમાં પત્રકારો દ્વારા ખંડણી માંગવાના બે કિસ્સાઓ સામે આવ્યા
તાજેતરમાં સમા - સાવલી રોડ પર આવેલા ફિલીંગ્સા સ્પામાં 5 પત્રકારો રૂ. 2 લાખનો તોડ પાડવા ગયા હતા
સ્પા સંચાલીકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચારની ધરપકડ કરવામાં આવી, એક ફરાર
હવે મકરપુરા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં પત્રકારો તોડ પાડવા પહોંચ્યા
પૈસા નહિ તો વિડીયો શુટીંગ કરીને બતાવવાની આપી ધમકી
પત્રકારો પાસે કાર્ડ માંગતા કંપનીના કર્મીઓ સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો
આખરે સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઇ
કેમેરાનું શુટીંગ અટકાવવા જતા મેનેજરને કર્મીને બચકું ભરી લીધું
WatchGujarat. વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં ચાર બોગસ પત્રકારો ઘૂસી જઇ, તમે કંપની ગેરકાયદેસર ચલાવો છો. તેમ જણાવી રૂપિયા 1 લાખની ખંડણીની માગણી કરી હતી. અને કંપનીમાં વિડીયો શુટીંગ કરવાનું ચાલુ કરી દીધું હતું. મેનેજરે અટકાવતા ઝપાઝપી થઇ હતી. આખરે સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. તાજેતરમાં જ સમા સાવલી રોડ પર આવેલા ફિલીંગ્સ સ્પામાં ચાર તોડબાજ પત્રકારોએ ખંડણી માંગી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. એક જ સપ્તાહમાં બે ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતા.
https://youtu.be/nT1rxYiPvxE
વડોદરામાં સાપ્તાહિકો તેમજ સોશિયલ સાઇટ ઉપર ચેનલ ચલાવી ધાક ધમકીઓ આપી, ખંડણી માંગતા બોગસ પત્રકારોએ મઝા મૂકી દીધી છે. એક જ સપ્તાહ જેટલા સમયમાં બીજો ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 15 માર્ચના રોજ બપોરે સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારો મકરપુરા જીઆઇડીસી માં આવેલી સાબર ઇન્સ્યુલેટીગ કિટ સેન્ટર નામની કંપનીમાં પ્રેસ લખેલી કાર લઈને ઘૂસી ગયા હતા. અને કંપનીમાં જઇ વિડીયો શુટીંગ શરૂ કરી દીધું હતું.
[caption id="attachment_696799" align="aligncenter" width="838"] ઓળખ પરેડ બાકી હોવાથી તમામના મોંઢા ઢાંકેલા છે[/caption]
ચાર વ્યક્તિ કંપનીમાં ઘુસી જઇ શૂટિંગ કરતા જોઇ મેનેજર ધીરેન રાજેન્દ્ર કુમાર ફળિયા (રહે.3/ એ, સૈમી સોસાયટી, સુભાનપુરા) તેમજ કંપનીના અન્ય કર્મચારીઓ જૈમીન દિલીપભાઇ શાહ, હિતેશભાઈ પંડ્યા અને મનીષભાઈ શાહ સ્થળ પર આવી પહોંચ્યા હતા. મેનેજર ધીરેનભાઈ ફળિયાએ ઘૂસી આવેલા ચાર વ્યક્તિઓને શૂટિંગ લેવા બાબતે પૂછતાં પત્રકારોએ તેમને જણાવ્યું કે અમો સયાજી સમાચાર સાપ્તાહિકમાંથી આવીએ છે. અમે ગવર્નમેન્ટ અને પોલીસની પરવાનગીથી તમારી કંપનીમાં ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે.
તમારી કંપની ગેરકાયદેસર ચાલે છે. અમારે અમારા પેપરમાં તમારું છાપવાનું છે અને ટી.વી. ચેનલમાં બતાવવાનું છે. જો તમે આમ ન ઇચ્છતા હોય તો રૂ. 1 લાખ આપવા પડશે, તેમ જણાવ્યું હતું. જોકે મેનેજરે શૂટિંગ ન કરવાનું જણાવતા બોગસ પત્રકારો ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા અને ધાક ધમકી તેમજ બિભત્સ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું.
આ ઉપરાંત મેનેજરને હાથમાં કેમેરામેને બચકું ભરી લીધું હતું. ગભરાઈ ગયેલા મેનેજર તેમજ સાથી કર્મચારીઓએ કંપનીના માલિક ઉત્તમલાલ શાહ સાથે વાત કરવાનું જણાવતા બોગસ પત્રકારોએ જણાવ્યું કે અમારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. અમોને રૂ. 1 લાખ નહીં આપો તો તમારી કંપની વિરુદ્ધ અમે સમાચાર છાપી દઈશું. તેવી ધમકી આપી હતી.
આમ છતાં મેનેજર અને સાથી કર્મચારીઓએ કોઈ દાદ ન આપતા બોગસ પત્રકારો જોઇ લેવાની ધમકી આપી કારમાં રવાના થઇ ગયા હતા. દરમિયાન કંપનીના મેનેજર ધીરેનભાઈ ફળિયાએ આ અંગેની જાણ માલિક ઉત્તમલાલ શાહને કરતા તેઓ કંપની ઉપર દોડી આવ્યા હતા અને તેઓની સાથે માંજલપુર પોલીસ મથકમાં પહોંચી રૂપિયા 1 લાખની ખંડણી માંગવા આવેલા સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે દિપકકુરાર કંદોઇ (સયાજી સમચાર સાપ્તાહિક) તથા તેના અન્ય ત્રણ સાગરીતોની ધરપકડ કરી હતી. અને ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સમા – સાવલી રોડ પર આવેલા ફિલીંગ્સ સ્પામાં પત્રકારોની ટોળકીએ અંદર ઘુસીને રૂ. 2 લાખની માંગણી કરી હતી. અને પૈસા આપવાની વાત સંચાલિકાએ ફગાવતા સ્પાના કર્મી પાસેથી રૂ. 17 હજાર લઇ જતા રહ્યા હતા. સમગ્ર મામલે 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક ફરાર હતો. એક જ સપ્તાહમાં પત્રકારો દ્વારા નાણાંની માંગણી કરવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.