• ખેડા જિલ્લામાં રહેતો એન્જિનીયર  યુવાન મુંબઇની યુવતિ જોડે PUBG ગેમ થકી પરિચયમાં આવ્યો
  • PUBG બાદ બંને INSTAGRAM પર એકબીજાના વધુ સંપર્કમાં આવ્યા 
  • લગ્નની લાલચ આપી યુવકે યુવતિને અલગ અલગ શહેરોમાં આવેલી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું
  • આખરે લગ્ન કરવાની ના પાડતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

 

WatchGujarat. ઇન્ટરનેટના જમાનામાં હવે બધુ ઝડપથી બદલાઇ રહ્યું છે. મુંબઇની યુવતીને ભારતમાં હાલ બેન કરાયેલી PUBG ગેમના માધ્યમાથી મળ્યા બાદ બંને વચ્ચે ઓનલાઇન પરિચય થયો હતો. ત્યાર બાદ યુવકે લગ્નની લાલચ આપી છેલ્લા પાંચ માસથી વડોદરા તેમજ આણંદ અને ગાંધીનગર ખાતેની હોટલોમાં લઇ જઈ યુવતિ પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને દુષ્કર્મ આચરનાર યુવાન સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,  ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલ પુનિત આશ્રમ પાસે રહેતા મેઘ મિનેષભાઈ પટેલ એન્જિનીયરીગનો અભ્યાસ કરે છે. તે મુંબઇની યુવતિ સાથે એક સમયે જાણીતી અને હાલ બેન કરાયેલી PUBG ગેમ મારફતે સંપર્કમાં આવ્યો હતો. ગેમની ખાસીયત છે કે, કોઇ પણ વ્યક્તિ ગમે ત્યાંથી જોડાઇને વાત અને ચેટ કરી શકે છે. ઓન લાઇન PUBG ગેમ રમતા મુબઇની યુવતી સાથે પરિચય બાદ સંબંધ બંધાયા હતા. ત્યાર બાદ સોશિયલ નેટવર્કીંગ એપ્લીકેશન INSTAGRAM થકી બંને વધુ નિકટ આવ્યા હતા. જેમાં મેઘ પટેલે મુંબઇની યુવતિને લગ્ન કરવાની લાલચ આપી, વિશ્વાસમાં લીધી હતી.

દરમિયાન  યુવતીને મેઘ પટેલે વડોદરા રેલવે સ્ટેશન બોલાવી હતી. અને મેઘ પટેલ પણ કપડવંજથી વડોદરા આવ્યો હતો. અને યુવતીને સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આમ લગ્ન કરવાની ખાતરી આપી યુવતીને તારીખ 22. 10.  2020 થી તારીખ 4. 2. 2021 દરમિયાન અનેત વખત મુંબઇથી બોલાવી હતી. અને તેને વડોદરા ખાતેની જુદી-જુદી હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.  ઉપરાંત મેઘ પટેલ  યુવતીને આણંદ તથા ગાંધીનગર ખાતે ની હોટલમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર મેઘ પટેલે આખરે લગ્નની લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતીએ સયાજીગંજ પોલીસ મથકમાં મેઘ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે મેઘ પટેલ સામે બળાત્કારનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે મથકના પી.એસ.આઇ. એસ. ડી. ચૌધરી કરી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud