અંકલેશ્વરના રામનગરમાં રહેતા પુત્રે માતાનું ઓક્સિજન લેવલ ડાઉન થતા 108 ને કોલ કર્યો પણ એમ્બ્યુલન્સ ન આવતા લારીમાં માતાને મૂકી સરદાર પટેલ હોસ્પિટલ પોહચ્યો
લારીમાં જ હોસ્પિટલના દરવાજે સ્ટ્રેચર લઈ ને સ્ટાફ આવતા પેહલા જ માતાએ દમ તોડ્યો
માતાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઇ જવાની ના પાડી પુત્ર અને પરિજન ટેમ્પમાં જ લઈ ગયો
સમગ્ર ઘટનાના હોસ્પિટલના CCTV માં કેદ ફૂટેજ વાયરલ થતા સરકારની ગુલબાંગો સામે ભારે રોષ
WatchGujarat. અંકલેશ્વરના રામનગરમાં પુત્રે કોરોનાગ્રસ્ત માતાનું ઓક્સિજન લેવલ ડાઉન થતા 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. જોકે એમ્બયલન્સ સમયસર નહિ મળતા માતાને લારીમાં મૂકી પુત્ર લારી ખેંચતો સરદાર પટેલ હોસ્પિટલ પહોંચતા લાચારીના આ દ્રશ્યોએ ગતિશીલ ગુજરાતની હવા કાઢી નાખી છે.
https://youtu.be/EQhG917LMHc
માતાને લારીમાં લઈ હોસ્પિટલ પોહચતા જ સારવાર મળે તે પેહલા દરવાજે માતા એ દમ તોડી દીધો હતો. જીવતે જીવ માતાને 108 ન મળતા મૃતદેહ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થાને પુત્રે ઠુકરાવી દીધી હતી. ટેમ્પો બોલાવી પરિવાર માતાના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV માં કેદ થઈ ગઈ હતી. જેના વાયરલ થઇ રહેલા વિડીયોથી સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન કોરોના મહામારીમાં ગુમાવ્યા છે. અંકલેશ્વરથી લારીમાં માતાને મૂકી હોસ્પિટલ લઈ જતા પુત્રના વાઇરલ થયેલા વિડીયોએ લોકોને હચમચાવી દીધા છે.
અંકલેશ્વર રામનગર સોસાયટીમાં રહેતી મહિલાને કોરોના થયા પછી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. પુત્રે 108 માં કોલ કર્યો હતો એબ્યુલન્સ ન આવતાં છેવટે તેમના પુત્રે કંટાળીને લારીમાં બેસાડીને માતાને અંકલેશ્વરની સરદાર હોસ્પિટલ ખાતે લઈ આવવા જહેમત હાથ ધરી હતી.
લારીમાં હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ જતા માતાએ હોસ્પિટલના ગેટ પર જ દમ તોડ્યો હતો. મૃતદેહ લઈ જવા એબ્યુલન્સની વ્યવસ્થા થઈ હોવાનું જણાવાતા યુવકે જણાવ્યું હતું કે , એબ્યુલન્સની જરૂર હતી. ત્યારે ના મળી તો હવે શું કરું ? આ પછી ફરીથી પુત્ર માતાના મૃતદેહને ટેમ્પામાં મૂકી ઘર તરફ રવાના થયો હતો.
ઘટનાના સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં દર્દીને લારીમાં લાવતા CCTV હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લાશને લઈ જવા માટે પણ એબ્યુલન્સ ન મળતા સામાજિક આગેવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એબ્યુલન્સની વ્યવસ્થા કરી હતી , પરંતુ સરકારી સિસ્ટમથી નારાજ યુવકે જરૂર હતી , ત્યારે એબ્યુલન્સ ન મળી તો હવે શું કરું એમ જણાવી માતાની લાશ ટેમ્પામાં જ લઈ રવાના થઈ ગયો હતો.