• શહેરમાં રસ્તા બનાવવાની  કામગીરી ચાલતી હોવાથી કેટલીક વખત રસ્તાની એક તરફ પર અવર જવર બંધ કરી દેવામાં આવે છે
  • ઓપી રોડ પર કામ ચાલુ હોવાથી એક તરફનો રસ્તો બંધ કરાતા બીજા એક તરફના રસ્તા પર વાહન વ્યવહાર ચાલુ હતો
  • વહેલી સવારે બસ અને આઇસર ટેમ્પા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો ત્યાર બાદ ટેમ્પામાં પાછળથી રીક્ષા ઘુસી ગઇ

WatchGujarat. વડોદરામાં સોમવારે વહેલી સવારે રાત્રી કર્ફ્યુ પુર્ણ થયા બાદ ગણતરીની મિનિટો ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી. એક તરફ ચાલતા વાહન વ્યવહાર દરમિયાન લક્ઝરી બસે આઇસર ટેમ્પોમાં અથાડી હતી. જેમાં ટેમ્પા ચાલક ઘાયલ અવસ્થામાં મદદ ન મળે ત્યાં સુધી પોતાની સીટ પર બેસી રહ્યો હતો. ત્યાર બાદ સ્થિતીકોની મદદથી પતરૂ કાપીને આઇસર ટેમ્પાના ડ્રાઇવરને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઓપી રોડ પર આવેલા રીલાયન્સ મોલ ત્રણ રસ્તાથી અક્ષરચોક તરફ જવાના રસ્તે રાત્રીના સમયે ડામરનો રોડ બનાવ્યો હોવાથી એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. અને અન્ય તરફના રસ્તા પર બંને તરફનો વાહન વ્યાહાર ચાલુ છે. વહેલી સવારે બનીયામીયા અલ્લારખા ઘાંચી (ઉં – 45) (રહે ઘાંચીવાડ, કલોલ-ગાંધીનગર) અમદાવાદ ટ્રાન્સપોર્ટમાંથી આંધ્રપ્રદેશનો માલ ભરીને જવાનો હોવાથી વહેલી સવાલે સનફાર્મા રોડ ખાતે માલ ભરવા માટે નિકળ્યો હતો. દરમિયાન વહેલી સવાલે વનવે પર પસાર થઇ રહેલા ટેમ્પા અને લક્ઝરીબસે વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો.લક્ઝરી બસ અશ્વિનભાઇ અમરસિંગ જાદવ ચલાવતો હતો.

લક્ઝરીબસે આઇસર ટેમ્પાના ડ્રાઇવર સાઇડ પર બસ ધુસાડી દીધી હતી. અકસ્માતમાં આઇસર ટેમ્પાનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. પરંતુ ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઇવર સાઇડનો ભાગ ચગદાઇ જવાને કારણે ડ્રાઇવર ધાયલ થવા છત્તાં ત્યાંથી નિકળી શકે તેવી સ્થિતીમાં ન હતો.  અકસ્માતને પગલે મોર્નિંગ વોક કરવા નિકળેલા લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. અને ટેમ્પા ડ્રાઇવરને બહાર કાઢવા માટે ના પ્રયાસો કર્યા હતા.

અકસ્માત બાદ ડ્રાઇવર થોડાક સમય સુધી ટેમ્પામાં યથા સ્થિતી બેસી જ રહ્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ ભેગા થઇને પતરા કાપીને ડ્રાઇવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો. અને તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. લક્ઝરી બસ અને આઇસર ટેમ્પા વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ આઇસર ટેમ્પા પાછળ રીક્ષા અથડાઇ હતી. જો કે, રીક્ષા ચાલકને સામાન્ય ઇજાઓ થવા પહોંચી હતી.

અકસ્માતમાં આઇસર ટેમ્પાના ચાલકને માથામાં ટાંકા લીધા હતા. અને પગમાં ફેક્ચર થયું હતું. સમગ્ર મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. અને પોલીસે બનાવ બાદ મામલાની વધુ તપાસ શરૂ કરી દીધી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud