• ચુંટણીમાં પ્રચંડ મતદાન થાય તે માટે શહેરના યુવાને નવતર પ્રયોગ હાથ ધર્યો
  • મતદાન કર્યા બાદ સમા સ્થિત કેફે પર દિવસ ભર મફતમાં ચા પીવડાવવામાં આવશે
  • 21 ફેબ્રુઆરીના રોજ 6 નગરપાલિકામાં મતદાન થશે

WatchGujarat. ચુંટણી ટાણે નેતાઓ દ્વારા લોકોના વોટ આકર્ષવા માટે અવનવા પ્રલોભનો આપવામાં આવતા હોય છે. તેવા સમયે શહેરના યુવાને મતદાનને પ્રોત્સાહન આપવા માટે એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. 21 મી તારીખે વડોદરા સહિત રાજ્યની 6 નગર પાલિકાની બેઠકો માટે મતદાન યોજાશે. વડોદરાના Chaiers કેફે ના યુવા સંચાલકો દ્વારા વિશેષ જાહેરત કરવામાં આવી છે. મતદાન કરીને આવતા લોકોને તેઓ તેમના કેફે પર મફત ચા પીવડાવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પ્રચાર હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ પોતાની જીત નિશ્ચિત કરાવવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. સ્વયંસેવી લોકો દ્વારા નોટાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે શહેરમાં સૌથી વધુ મતદાન થાય તે માટે સમા ખાતે આવેલા ચાયર્સ કેફે દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ મતદાન કરવા જતા લોકો માટે મફત ચા આપવાનો નિર્ણય લીધો છે. Chaiers કેફેના રૂકમિલ શાહે watchgujarat.com સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ચુંટણી લોકશાહીનો ઉત્સવ છે. વડોદરામાં પ્રધાનમંત્રી જે સમયે ચુંટણી લડી રહ્યા હતા ત્યારે રેકોર્ડ બ્રેકીંગ મતદાન થયું હતું. ચાલુ વર્ષે યોજાનાર ચુંટણીમાં પણ વડોદરા વાસીઓ ઉત્સાહભેર મતદાન કરશે તેમ હું માનું છું.

21મી ફેબ્રુઆરીના રોજ શહેરમાં પ્રચંડ મતદાન થાય તેવા પ્રયાસોના ભાગ રૂપે અમે અમારા Chaiers કેફે પર વોટ આપ્યા બાદ આંગળી પર ટપકું બતાવનાર ઉમેદવારને મફત ચા આપીશુ. સવારે 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મત આપનારા શહેરવાસીઓને મફતમાં ચા પીવડાવવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud