• બાજવા-કોયલી રોડ પર સાગર રેસી કમ પ્લાઝામાં એક જ રાતમાં 7 દુકાનોના તાળા તુટ્યા
  • તસ્કરો એક પાન- મસાલાની દુકાનમાંથી 1 લાખ રૂપિયાની સીગારેટો પણ ચોરી કરી
  • પોલીસની પ્રાથમિક તપાસમાં અને કોમ્પ્લેક્ષ સ્થિત CCTV ફૂટેજની તપાસમાં તસ્કરો મન્કી ટોપી, હેન્ડ ગ્લોઝ પહેરીને ત્રાટક્યા હોવાનું સામે આવ્યું હતું

#Vadodara - રાત્રી કર્ફ્યુમાં બેફામ બન્યા ચોર : બાજવા કોયલી રોડ પર એક જ રાતમાં 17 દુકાનના તાળા તૂટ્યા, જુઓ CCTV

WatchGujarat. રાત્રિ કર્ફ્યુમાં તસ્કરોએ મોડી રાત્રે જવાહરનગર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. તસ્કરોએ એક કલાકના સમયગાળામાં બાજવા-કોયલી રોડ ઉપર આવેલા સાગર રેસિ કમ પ્લાઝામાં આવેલી રેડીમેડ કપડાંના બે શો રૂમ સહિત 7 દુકાનોના તાળાં તોડી રોકડ અને સામાન સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ગયા હતા. તસ્કરો એક પાન- મસાલાની દુકાનમાંથી 1 લાખ રૂપિયાની સીગારેટો પણ ચોરી કરી હતી.

વડોદરા નજીક બાજવા-કોયલી રોડ પર સાગર રેસી કમ પ્લાઝા નામનું કોમ્પલેક્ષ આવેલું છે. કોમ્પ્લેક્ષમાં 7 દુકાનો ધરાવતો રજવાડા રેડિમેઇડ કપડાંનોભવ્ય શો રૂમ, 5 દુકાનો ધરાવતો રેડીમેઇડ કપડાંનો ફેશન પોઇન્ટ નામનો શો રૂમ, પ્રોજેક્ટ હાર્ડવેર, ગુરૂકૃપા પાન કોર્નર ઉપરાંત ઇલેકટ્રોનિક્સ, ઇલેકટ્રીકલ સહિત વિવિધ દુકાનો આવેલી છે. રાત્રિ કરફ્યુનો લાભ લઇ તસ્કરોએ ગતરોજ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ કોમ્પલેક્ષની દુકાનોને નિશાન બનાવી હતી. અને ત્યાર બાદ એક કલાકના સમયમાં કોમ્પલેક્ષમાં આવેલી 7 જેટલી દુકાનોના તાળાં તોડ્યા હતા અને દુકાનોમાંથી રોકડ તેમજ સામાનની ચોરી કરી ગયા હતા. ગૃરૂકૃપા પાન કોર્નરમાંથી રૂપિયા 1 લાખ કિંમતની સીગારેટો ચોરી કરી ગયા હતા. #Vadodara

સવારે દુકાનો ખોલવા માટે આવેલા માલિકોને કોમ્પ્લેક્ષમાં ચોરી થઇ હોવાની જાણ થતાં આશ્ચર્યમાં મુકાયા હતા. સાગર કોમ્પ્લેક્ષમાં ચોરી થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરીજતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ જવાહર નગર પોલીસનો સ્ટાફ સાથે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અને કોમ્પ્લેક્ષ સ્થિત CCTV ફૂટેજની તપાસમાં તસ્કરો મન્કી ટોપી, હેન્ડ ગ્લોઝ પહેરીને ત્રાટક્યા હતા. #Vadodara

બાજવામાં એક સાથે 7 જેટલી દુકાનોના તાળાં તુટતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રના રાત્રિ કર્ફ્યુ દરમિયાન પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા હતા. રાત્રી કર્ફ્યુમાં સામાન્ય લોકો બહાર નિકળવાનું ટાળે છે. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત જોવા મળે છે. તેમ છત્તા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવતા કર્ફ્યુના અમલમાં રહેલી ઢીલાશ ખુલ્લી પડી રહી છે. #Vadodara

More #Bajwa #Koyli #cctv #footage #of theft #shop #Night curfew #Vadodara news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud