• રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરીની ઘટનાઓ સામે આવવી શહેરીજનો માટે આશ્ચર્યનો વિષય
  • ચોરીના કેસોમાં વધારો થતા પોલીસના રાત્રી કર્ફ્યુની અમલવારી અને પેટ્રોલીંગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

#Vadodara - મકરપુરામાં SBI નું ATM તોડવાનો પ્રયાસ : ચોર મસમોટુ ગેસકટર ખભે મુકીને લાવ્યા, જુઓ VIDEO

WatchGujarat. રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરીની ઘટનાઓ સામે આવવી શહેરીજનો માટે આશ્ચર્યનો વિષય છે. રવિવારે મોડી રાત્રે શહેરના મકરપુરા વિસ્તારમાં SBI નું ATM તોડવાનો પ્રયાસ સામે આવ્યો હતો. ATM તોડવા માટે ચોરો મસમોટું ગેસ કટર ખભે મુકીને આવ્યા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે. જો કે એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના પર કાબુ મેળવવા માટે રાજ્યના ચાર પ્રમુખ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાત્રે 9 થી લઇને સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અલમમાં હોય છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન શહેરીજનો અકારણ બહાર નિકળે તો કર્ફ્યુના ઉલ્લંઘન બદલ દંડ ભરપાઇ કરવો પડી શકે છે. તેવા સમયે શહેરના અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જેને કારણે પોલીસના રાત્રી કર્ફ્યુની અમલવારી અને પેટ્રોલીંગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

#Vadodara - મકરપુરામાં SBI નું ATM તોડવાનો પ્રયાસ : ચોર મસમોટુ ગેસકટર ખભે મુકીને લાવ્યા, જુઓ VIDEO

રવિવારે મોડી રાત્રે 2-30 કલાકે મકરપુરા વિસ્તારમાં આવેલું SBI નું ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. SBI નું ATM તોડવા માટે ચોર મસમોટું ગેસકટર સહિતનો સામાન પોતાના ખભે લઇને આવ્યા હતા. અને મળસ્કે SBI નું ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ગેસ કટર વડે SBI નું ATM તોડવાનો પ્રયાસમાં કેશ બોક્સ તોડવામાં સફળતા મળી ન હતી. એટલે ચોરીનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.


અત્રે ઉલ્લેખીય છે કે, હાલ શહેરમાં માસ્ક ચેકીંગની કામગીરી જ સઘનતા પુર્વક કરવામાં આવી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. રોજે રોજ નવા નવા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ સામે આવવાને કારણે રાત્રી કર્ફ્યુની અમલવારી અને પોલીસના નાઇટ પેટ્રોલીંગની પોલ ખુલ્લી થઇ રહી છે.

More #cctv #SBI #ATM #steal #attempt #Gas cutter #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud