વડોદરા ઝોનના સેન્ટ્રલ જીએસટી ચીફ કમિશ્નર અશોક કુમાર મહેતા દ્વારા અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું
જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ સહિત અનેક મુદ્દે કામ કરવામાં આવે છે
મહિલા કર્મીઓએ પણ કાર્યક્રમમાં સહર્ષ ભાગ લઇ યોગદાન આપ્યું
WatchGujarat. Indirect taxes & Customs ડિપાર્ટમેન્ટ સામાન્ય રીતે ટેક્સ સંબંધિત મામલામાં કામગીરી બજાવતી હોય છે. પરંતુ કેટલીક વખત ડિપાર્ટમેન્ટના કમિશ્નર દ્વારા એવા નિર્ણય પણ લેવામાં આવતા હોય છે, જે આડકતરી રીતે લોકોના જીવનમાં મદદરૂપ થાય છે. મંગળવારે એવું જ કંઇક આયોજન વડોદરાના સેન્ટ્રલ જીએસટી ચીફ કમિશ્નર અશોક કુમાર મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
મંગળવારે સીજીએસટીની ઓફિસ ખાતે વહેલી સવારથી જ ઓફિસરો ની ચહલ-પહલ જોવા મળી હતી. જો કે આ વખતે કોઇ ટેક્સના મામલાની ઉકેલ માટે નહિ પરંતુ લોકઉપયોગી કાર્ય માટે વડોદરા જીએસટી ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ ભેગા થયા હતા. મંગળવારે સીજીએસટી ચીફ કમિશ્નર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અનોખુ એટલા માટે હતું કે, તેમાં સૌથી પહેલું બ્લડ ડોનેટ કરવા વાળા વ્યક્તિ બીજું કોઇ નહિં પરંતુ ચીફ કમિશ્નર અશોક કુમાર મહેતા હતા. મંગળવારે અશોક કુમાર મહેતાએ 51 મી વખતનું બ્લડ ડોનેટ કર્યું હતું. તેઓ કોલેજ કાળથી બ્લડ ડોનેટ કરતા આવ્યા છે.
સીજીએસટી ચીફ કમિશ્નર અશોક કુમાર મહેતાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ સહિત અનેક મુદ્દે કામ કરવામાં આવે છે. રેવન્યુની સાથે સાથે અનેક લોકઉપયોગી કાર્યોમાં જીએસટી ડિપાર્ટમેન્ટ અગ્રેસર છે. હું મારા કોલેજ કાળથી બ્લડ ડોનેટ કરતો આવ્યો છું. અહિંયા મારા જીવનનું 51 વખત બ્લડ ડોનેટ કર્યું છે. મારાથી પ્રથમ શરૂઆત થવાને કારણે હવે અન્ય ઓફિસર્સ પણ ઉત્સાહ પુર્વક જોડાઇ રહ્યા છે.
સીજીએસટી કમિશ્નરના સતત પ્રયાસોથી મંગળવારે 108 યુનિટ બ્લડ ભેગુ કરી શકાયું હતું. જે સામાન્ય કેમ્પમાં એકઠા કરવામાં આવતા બ્લડ યુનિટની સરખામણીએ ઘણું વધારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીજીએસટી ઓફિસ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલા ઓફિસર્સે પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
સીજીએસટી ઓફિસ ખાતે યોજવામાં આવેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ટ્રાઇકલર હોસ્પિટલ દ્વારા સુંદર સુવિધા કરી આપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના સીઇઓ ડો.ઇન્દ્રજીત સિંગ, ડો.મહેશ બસર્ગે , ડો.રાજશ્રી ભાવસાર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. તથા ઇન્દુ બ્લડ બેંકના કર્તાધર્તા ડો.ધ્રુતી શાહ, તેજલબેન પટેલ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.