જે.પી રોડ પોલીસે અછોડા તોડ ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરી
ગત એપ્રિલ મહિનમાં અકોટા વિસ્તારમાં મહિલાનો અછોડો તુટતા 5 ગુનાનો ભેદ ઉકેલાયો
સુરતથી મિત્રની બાઇક લઇ વડોદરામાં મહિલાઓની રેકી કરી અછોડા તોડી ફરાર થઇ જતા
સોનાના અછોડા લૂંટી ફરાર થતી ગેંગ અમદાવાદમાં મિત્રની મદદથી સોનુ ઓગાળી વેંચી મારતી
બાઇકની નંબર પ્લેટના આધારે ગુનાનો ભેદ ઉકેલાયો
મુખ્ય ત્રણ ચેઇન સ્નેચરો સહિત પાંચની પોલીસ ધરપકડ કરી
WatchGujarat. શહેરમાં મહિલાઓના અછોડા તુટ્યા હોવાના અસંખ્ય કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. તેવામાં બે દિવસ અગાઉ રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસની હાજરીમાં જ એક યુવતિનો અછોડો તોડી લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. તેઅગાઉ ગત એપ્રિલ માસમાં અકોટા વિસ્તારમાં મોર્નિંગ વોક કરી ઘર પરત ફરેલી મહિલાનો અછોડો તોડી ત્રણ બાઇક સવાર લૂંટારૂ ફરાર થઇ ગયા હોવાની ઘટના બનાવ પામી હતી. બનાવ સંદર્ભે જે.પી રોડ પોલીસે તપાસ હાથ ધરતા સુરતની અછોડા તોડ ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે.
https://youtu.be/A2f_ZGQXiHg
શહેરના અકોટા વિસ્તારમાં આવેલા કમલકુલ એપાર્ટમેન્ટ ખાતે રહેતી મહિલા ગત તા. 22 એપ્રિલના રોજ ઘર નજીક આવેલા ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે ગયા હતા. સવારે 8-30 વાગ્યાની આસપાસ મહિલા પોતોના ઘરે પરત ફર્યાં હતા. જ્યાં એપાર્મેન્ટના ગેટ પાસે બાઇક પર સવાર ત્રણ શખ્સો તેમની બીલકુલ નજીક આવી ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેથી જે.પી રોડ પોલીસ આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે અંદાજીત 150 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. તેમજ શહેર બહાર આણંદ સહિત અન્ય શહેરોમાં તપાસનો દોર લંબાયો હતો. દરમિયાન ગુનાના કામે વપરાયેલી બાઇકના નંબરના આધારે પોલીસે તપાસ કરતા ટોળકી સુરતની હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી જે.પી પોલીસની ટીમ સુરત ખાતે પહોંચી હતી. જ્યાં વરાછા વિસ્તારમાં રહેતા હરેન્દ્ર ઉર્ફે છોટુની અટકાયત કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે હરેન્દ્ર તેના મિત્રોને અછોડા તોડવા માટે બાઇકની સુવિધા પુરી પાડતો હોવાનુ ખુલ્યું હતુ.
હરેન્દ્રની પોલીસ તપાસ દરમિયાન અમદાવાદના કાર્તિક ઠાકોર અને મુકેશ ઉર્ફે વિક્કીનુ ગેંગમાં નામ ખુલતા પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. જેમાં વધ તપાસ દરમિયાન સુરતના મનોહરસિંઘ ઉર્ફે મન્નુ અને હર્ષીત અમીનની પણ સંડોવાણી બહાર આવી હતી. જેથી પોલીસે ગેંગમાં શામેલ તમામ પાંચેય શખ્સોની ધરપકડ કરી વડોદરા સહિત બારડોલીના પાંચ ચેઇન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલી સોનાની લગડી અને ગુનાના કામે વપરાયેલી બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.