ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત રાત્રે બનેલી ઘટના
મોપેડ પર ઘરે જઇ રહેલી યુવતિનો પલ્સર પર પીછો કરી લૂંટારૂઓ અછોડો તોડી ફરાર થઇ ગયા
નિઝામપુરા ડેપો પાસેના ચાર રસ્તા પર પોલીસે બેરીકેટ લગાવ્યાં છતાં અછોડા તોડ ભાગી છુટ્યાં
યુવતિનો અછોડો તુટતો જોઇ ફરજ પર હાજર ટ્રાફિક કર્મીઓ દોડી આવ્યાં હતા.
WatchGujarat. કોરોનાની કપરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજ્યા તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેથી રાત્રે 8 વાગતા જ પોલીસ રસ્તા પર ઉભી થઇ છે. રાત્રીના 8થી સવારના 6 વાગ્યા દરમિયાન કર્ફ્યુનો ભંગ કરનાર સામે પોલીસ આંકરા પગલા પણ લઇ રહ્યાં છે. આવી પરિસ્થિતિ વચ્ચે જ્યાં શહેરમાં ઠેર ઠેર પોલીસ હાજર હોવા છતાં અછોડા તોડ ટોળકી બેફામ બની હોવાની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, છાણી રોડ ખાતે રહેતા 35 વર્ષીય મિત્તલબેન મેકવાન મંગળવારે સાંજે એક્ટિવા લઇને સમા સાવલી રોડ ખાતે આવેલી ઓરલ હોસ્પિટલ ખાતે ગયા હતા. જોકે કર્ફ્યુનો સમય થતાં તેઓ હોસ્પિટલથી ઘરે જવા માટે નિકળ્યાં હતા. દરમિયાન નિઝામપુરા ચાર રસ્તા નજીકની ગોપીનાથ હોસ્પિટલ પાસે પલ્સર બાઇક લઇને ઉભેલા શખ્સોએ તેમનો પીછો કરવાનુ શરૂ કર્યું હતુ. તેવામાં નિઝામપુરા સ્થિત મિલ્ટ્રી બાઇઝ હોસ્ટેલ પાસે પહોંચતા બાઇક પીછો કરી રહેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે મિત્તલબેનના ગળા પર હાથ નાખી સોનાની બે ચેઇન લૂંટી લીધી હતી.
ઘટનાને પગલે યુવતિએ બુમરાણ મચાવતા નજીકમાં ઉભેલા પોલીસ જવાનો તાત્કાલીક દોડી આવ્યાં હતા. તેવામાં પોલીસને આવતી જોઇ પલ્સર બાઇક પર સવાર લૂંટારૂ ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી બાઇક સવાર અછોડા તોડ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.