• નિઝામપુરા ખાતેની સભામાં સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી બેશુદ્ધ થઈ જતાં ભારે ઉત્તેજના વ્યાપી.
  • આજરોજ વડોદરા ખાતે ત્રણ જાહેર સભા સંબોધવા માટે મુખ્યમંત્રી વડોદરા પધાર્યા હતાં.
  • ચૂંટણીના વ્યસ્ત કાર્યક્રમને કારણે વિજય રૂપાણીનું બી.પી. લો થઈ જતાં તેઓ બેશુદ્ધ થઈ ગયા.
  • તાત્કાલિક સારવાર લઈને સ્વસ્થ થઈ ગયેલાં મુખ્યમંત્રી અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં જવા રવાના થયાં.

Watch Gujarat. શહેર ભાજપ પ્રમુખના “મિશન 76”ને પાર પાડવાના આશયથી વડોદરા પધારેલા મુખ્યમંત્રી મોડી સાંજે નિઝામપુરા મહેસાણા ગ્રાઉન્ડ ખાતેની સભામાં ભાષણ કરતાં કરતાં જ બેશુદ્ધ થઈને ઢળી પડ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ ચૂંટણીના વ્યસ્ત કાર્યક્રમને કારણે મુખ્યમંત્રીનું બી.પી. લો થઈ જવાને કારણે તેઓ બેશુદ્ધ થઈ ગયાં હતાં. જોકે, તાત્કાલિક સારવાર પ્રાપ્ત થતાં તેઓ સ્વસ્થ થઈ ગયા હતાં અને અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં વધુ સારવાર માટે રવાના થઈ ગયાં હતાં.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા હાથ ધરાયેલું “મિશન 76” જોખમમાં મુકાય તેવા સંજોગો ઉભા થયાં છે. પૂર્વ ભાજપી કાઉન્સિલરોની નિષ્ક્રિયતા અને હાલની ચૂંટણીમાં ઉભા રાખવામાં આવેલાં ઉમેદવારોની પસંદગી સામે સ્વયં ભાજપામાં જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં ભાજપાના ગઢ સમાન વડોદરામાં આબરૂ ના જાય તે માટે ભાજપા દ્વારા એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે.

આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં ત્રણ જાહેર સભાઓમાં સંબોધન કરવા માટે પધાર્યા હતાં. તરસાલી બસ સ્ટેન્ડ, સંગમ ચાર રસ્તા અને ત્યાર બાદ નિઝામપુરા અતિથિગૃહ ચાર રસ્તા ખાતે તેમણે સભાઓ સંબોધી હતી. નિઝામપુરા ખાતેની સભામાં સંબોધન કરતી વખતે મુખ્યમંત્રીએ ગુજરાતમાં લુખ્ખા તત્વોને ડામવા માટેના ગુજસીટોક કાયદાની વાત કરી હતી. તેમજ વિધાનસભામાં લવ જેહાદનો કાયદો લેવાની વાત કરતાં લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતાં.

મુખ્યમંત્રી પોતાનું ભાષણ કરી રહ્યાં હતાં ત્યારે એક તબક્કે તેમણે કહ્યું કે “વિકાસની પ્રાથમિક શરત…” અને આટલું બોલ્યા બાદ તેઓ ચૂપ થઈ ગયા હતાં. અને થોડીક્ષણોમાં જ તેઓ બેશુદ્ધ થઈને મંચ પર જ ઢળી પડ્યા હતાં.

ચૂંટણીના વ્યસ્ત કાર્યક્રમને કારણે થઈ રહેલી ભાગદોડને કારણે મુખ્યમંત્રીનું બી.પી. લો થઈ જવાને કારણે તેઓ બેશુદ્ધ થયા હતાં. જોકે, મુખ્યમંત્રીના કોન્વોયમાં રહેલાં તબીબોએ તાત્કાલિક સારવાર આપતાં ગણતરીની મીનીટોમાં તેઓ સ્વસ્થ થઈ ગયા હતાં. જોકે, યોગ્ય શારીરિક પરીક્ષણ માટે તેઓને અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં લઈ જવા માટે વડોદરાથી રવાના કરાયા હતાં.

અત્રે નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી યોગ કસરતને પ્રાધાન્ય આપે છે, તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં પણ તમામ સભાઓ સ્વસ્થતા પૂર્વક સંબોધતા હતાં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud