• સરકાર દ્વારા 30 એપ્રિલ સુધી ફક્ત ભરૂચ શહેરમાં કરફ્યુ લાગુ કરાયો હતો, જે બાદ અંકલેશ્વર નોટિફાઇડ એરિયાએ સ્વૈચ્છીક કરફ્યુ લાદયો હતો
  • જિલ્લામાં કોરોનાની ઘાતક બનતી સ્થિતિને લઈ વેપારી મંડળો, ગ્રામ પંચાયતો પણ સ્વૈચ્છીક કરફ્યુની અમલવારી કરી રહી છે
  • ચૈત્રી નવરાત્રી ટાણે સુપ્રસિદ્ધ માઇ મંદિરો બંધ, ખુલ્લા રહેનારા અન્ય મંદિરોમાં પણ ભીડભાડ ન થાય તે માટે આયોજન

Watchgujarat.  ભરૂચ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસ અને કથળતી જતી સ્થિતિ વચ્ચે સરકારે 30 એપ્રિલ સુધી ભરૂચ શહેરમાં રાતે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ જારી કર્યો છે. જે બાદ પણ સ્થિતિ નિયંત્રિત થઈ રહી ન હોય અન્ય વેપારી એસોસિયેશનો, ગ્રામ પંચાયતો પોતે સ્વૈચ્છીક કરફ્યુમાં જોડાઈ રહી છે.

સોમવારે અંકલેશ્વર પાલિકાની મળેલી બેઠકમાં અંકલેશ્વર શહેરમાં પણ રાતે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદી દેવાયો છે. જેની અમલવારી મંગળવારથી શરૂ કરી દેવામાં આવશે. અગાઉ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા દ્વારા GIDC વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં સ્વૈચ્છીક કરફ્યુ અમલી બનાવી દેવાયો હતો.

ભરૂચ શહેર સાથે અંકલેશ્વરમાં પણ રોજે રોજ કોરોનાના પોઝિટિવ કેસ એક સરખા જ વધી રહ્યા હોય જેને લઈ સોમવારે પાલિકાની મળેલી બેઠકમાં સમીક્ષા કરી 30 એપ્રિલ સુધી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા અંકલેશ્વર પાલિકાએ તમામ 9 વોર્ડમાં કરફ્યુને સમર્થન આપી આ નિર્ણય બોર્ડ મિટિંગમાં લીધો છે.

મંગળવારથી ચૈત્રી નવરાતીનો પ્રારંભ થઇ રહ્યો છે. હાલની કોરોનાની સ્થિતિને લઈ ભરૂચ જિલ્લામાં પ્રસિદ્ધ માઇ મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અન્ય મદિરોએ પણ દર્શનાર્થે ભીડ ન થાય તે માટે ખાસ આયોજન કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud