ભરૂચના સિતપોણ ગામે લીમડાના ઝાડ પર વીજળી પડતા ઘાસચારો ચરતા બકરાં મૃત્યુને ભેટ્યા
44 ડિગ્રી આકરી ગરમી વચ્ચે કોસ્ટલ લાઈન પર ઇવેપોરાઇઝેશન (બાષ્પીભવન) થી ફરી 12 KM પવન સાથે વરસાદી ઝાપટાં
વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકાના કેટલાક ગામોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ
WatchGujarat. ભરૂચમાં કોરોના કહેર સાથે ગરમી પણ આગે કુછ કરી રહી છે, 42 થી 44 ડિગ્રી રહેતા ગરમીના પારા વચ્ચે શનિવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકાઓના કેટલાય વિસ્તારોમાં 12 KM ની ઝડપે ફૂંકાતા પવનોના સથવારે ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટાં રૂપે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ભરૂચ તાલુકાના સિતપોણ ગામે આકાશી વીજળી લીમડાના ઝાડ ઉપર પડતા નચે રહેલા 43 બકરાંઓના મોત નિપજ્યા હતા.
https://youtu.be/VdHenS0khZQ
કોસ્ટલ લાઈન પર વસેલા ભરૂચ જિલ્લામાં કોરોના સાથે હાલ આકરી ગરમી પણ આભમાંથી કહેર વર્તાવી રહી છે. છેલ્લા દશેક દિવસથી ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી રહેતો હોય અગાઉ કરા સાથે વરસાદ પડ્યા બાદ શનિવારે ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો.
સતત ગરમી બાદ દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા ઇવેપોરેશન (બાષ્પીભવન) ને કારણે ફરી વરાવરણમાં શનિવારે બપોરે પલટો આવ્યો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામા સુસવાટા મારતા પવનો સાથે ધોધમાર માવઠું વરસી પડતા ભાગદોડ થઈ ગઈ હતી. જંબુસર અને આમોદ તાલુકામાં પણ કેટલાક સ્થળે ભારે પવન સાથે હવાથી ભારે ઝાપટા વરસ્યા હતા.
ભરૂચ તાલુકાના સિતપોણ ગામે 5 જેટલા આદિવાસી પરિવારો તેમના બકરાં ચરાવી રહ્યા હતા ત્યારે એકાએક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લીમડાના ઝાડ નીચે બકરાંઓનું ઝુંડ ઉભું હતું ત્યાં જ આભમાંથી જ કાળમુખી વીજળી ત્રાટકી લીમડાના ઝાડ પર પડતા 43 બકરાંના મૃત્યુ થયા હતા. સરપંચ જાવેદ ઉઘરાદારે જણાવ્યું હતું કે , સાંજે 4 કલાક આસપાસ આ ઘટના મારા જ કુવા પાસે બની હતી. સાગમટે 43 બકરાંઓ ના મોતથી આદિવાસી પરિવારોનું પશુધન છીનવાઈ જતા તેઓની સ્થિતિ દારુણ બની હતી.
એક સપ્તાહમાં બીજી વખત સતત ઊંચા તાપમાન વચ્ચે દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા ભારે પવનો સાથે વરસેલા કમોસમી વરસાદથી કેરી અને ઘઉં ને નુકશાન થવાની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.