• હાલમાં ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં કડક નિયંત્રણો તથા રાત્રિ કરફ્યુ ચાલુ છે
  • આવતીકાલ 21 મે, 2021 થી સવારે 9 થી બપોરે 3 સુધી વેપારીઓને ધંધા કરવાની છૂટ આપવામાં આવી છે
  • 36 શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્
WatchGujarat. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા મિની લોકડાઉનમાં સરકારે રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પીપાવાવ ખાતેથી મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલથી અમલી બનનારા આંશિક લોકડાઉનમાં વેપારીઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે. નિર્ણય 27 મે સુધી અમલી રહેશે. જોકે 36 શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્ રહેશે.
હાલમાં ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં કડક નિયંત્રણો તથા રાત્રિ કરફ્યુ ચાલુ છે. ત્યારે આજે સીએમ રૂપાણી વાવાઝોડાથી થયેલ નુકશાનની સમીક્ષા કરવા ઉના, જાફરાબાદ, રાજુલાની મુલકાતે પહોચ્યા હતા. ત્યારે પીપાવાવથી તેઓએ મહત્વની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે આવતીકાલ 21 મે, 2021 થી સવારે 9 થી બપોરે 3 સુધી વેપારીઓને ધંધા કરવાની છૂટ આપવામાં આવી છે.
હવે આપવામાં આવેલી છૂટછાટમાં લારી-ગલ્લા તેમજ વેપારી, દુકાનદારોને મોટી રાહત મળી છે. અને તેઓ પોતાના વેપાર-ધંધા શરૂ કરી શકશે. જેમાં સવારે 9થી3 સુધી તમામ ધંધા ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે. જોકે તમામ વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે. બપોરે 3 બાદ પણ જીવન જરૂરિયાત વસ્તુનું વેચાણ કરતી દુકાનો ખુલી રાખી શકશે. આ નિયમો આગામી તારીખ 27 સુધી લાગુ રહેશે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud