• ગઇકાલે વડોદરામાં ત્રણ સ્થળે BJPના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીએ જાહેર સભા સંબોધી હતી.
  • નિઝામપુરા સ્થિત જાહેર સભાને સંબોધતા વિજય રૂપાણી અચાનક ઢળી પડ્યા હતા.
  • મુખ્યમંત્રીને તાત્કાલીક અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
  • વિજય રૂપાણીનો RTPCR ટેસ્ટ પોઝિટીવ આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી
  • વિજય રૂપાણીના સતત સંપર્ક રહેતા પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા કોરોના પોઝિટીવ

WatchGujarat. સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા – તાલુકા પંચાયતની ચુંટણીઓ માટે મતદાનની તારીખ નજીક આવતી જાય છે. બીજેપી દ્વારા વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ગતરોજ વડોદરામાં બીજેપીના સ્ટાર પ્રચારક અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના પોઝીટીવ આવ્યો છે. જેને કારણે રાજકીય મોરચે ખળભળાય મચી જવા પામ્યો છે.

ચુંટણીની તારીખો જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં ચુંટણીમાં પ્રચારઅર્થે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જામનગર, ઘોઘા, ભાવનગરસ અમદાવાદ અને વડોદરામાં જાહેર સભાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગતરોજ પ્રથમ વખત મુખ્યમંત્રી વડોદરા ખાતે ત્રણ જાહેર સભામાં હાજર રહ્યા હતા. દરમિયાન રાત્રીના સમયે યોજાયેલી સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેઓને પ્રાથમિક સારવાર આપીને અમદાવાદની જાણીતી યુ.એન. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

ઓબ્ઝર્વેશનમાં રાખવા દરમિયાન વિજય રૂપાણીના મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તેઓને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને કારણે હવે તેઓને તબિબિ સારવાર હેઠળ લાંબો સમય રહેવું પડશે તેમ મનાઇ રહ્યું છે. જો કે, વિજય રૂપાણીના અન્ય ટેસ્ટના રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

વિજય રૂપાણીની સાથે અન્ય બે નેતાઓને કોરોના પોઝીટીવ આવતા ફફડાટ

વિજય રૂપાણીની સાથે ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા પંચાયતની ચુંટણી ટાણે તમામ હોદ્દેદારો ચુંટણી સંબંધિત કાર્યવાહીમાં જોતરાયેલા છે. ચુંટણી ટાણે નેતાઓને કોરોના પોઝીટીવ આવતા હવે ચુંટણી પ્રચાર નહિ કરી શકે,

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud