આકરી ગરમીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન
આગ વચ્ચે સફેદ ધુમાડાના ગોટે ગોટા થી આસપાસ ભયનો માહોલ છવાયો
કંપનીના 2 ફાયર ટેન્ડર સહિત અન્ય 4 તેમજ 20 સેફટી ટીમે પોણો કલાકની અંદર જ આગ પર કાબુ મેળવ્યો
કંપની કોસ્ટિક સોડા અને EPOXYનું ઉત્પાદન કરે છે
WatchGujarat. વાગરા તાલુકાના વિલાયતમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીના બ્લીચિંગ પ્લાન્ટમાં મંગળવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. આગ વચ્ચે સફેદ ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ભય ફેલાયો હતો. કંપનીના 2 સહિત 4 જેટલા ફાયર ટેન્ડરો અને 20 સેફટી સ્ટાફની ટીમે પોણા કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં કોઈ જાનહાનિ કે નુકશાની નહિ થઈ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
https://youtu.be/8pd6Ka9NUoo
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપની કોસ્ટિક સોડા અને EPOXY નું ઉત્પાદન કરે છે. મંગળવારે બપોરના સમયે બ્લીચિંગ પ્લાન્ટમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. નજીકમાં રહેલા કાચા માલ અને બેરેલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સફેદ ધુમાડાના ગોટેગોટા સાથે ભયાવહ દ્રશ્યો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી.
આકાશમાં 40 થી 50 મીટર સુધી સફેદ ધુમાડાના ગોટે ગોટા ફેલાવા સાથે આગ ના ધુમાડા 3 થી 4 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ વાગરા પોલીસ, સેફટી એન્ડ ફાયર વિભાગને થતા તેઓ દોડી ગયા હતા. કંપનીના જ 2 ફાયર ટેન્ડર સાથે 4 થી વધુ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કંપની સૂત્રો તરફથી માહિતી મળી હતી કે , આગના કારણે કોઈ જાનહાનિ કે નુકશાની થઈ નથી.
કંપનીના પોતાના 2 ફાયર ટેન્ડર સાથે સેફટીની 20 સ્ટાફની ટીમે આગ પર પોણા કલાકમાં કાબુ મેળવી લીધો હતો. ઓવર હિટિંગ અને પ્લાન્ટ પાસે અન્ય કચરો તેમજ પડેલા બેરલોના કારણે આગ લાગી હોવાનું હાલના તબક્કે અનુમાન લગાવ્યું હતું.
ફેકટરી ઇન્સ્પેકટર વાઘેલા એ જણાવ્યું હતું કે, આકરી ગરમીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હાલ છે જોકે તપાસ બાદ બ્લીચિંગ પ્લાન્ટમાં કઈ રીતે આગ લાગી તેનું કારણ બહાર આવી શકશે.
હાલમાં જ ભરૂચ ની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલના ICU માં લાગેલી આગે 18 લોકોના જીવ ગયા હતા ત્યારે ઔધોગિક ભરૂચ જિલ્લામાં ઉનાળામાં 40 થી 44 ડિગ્રી ગરમી વચ્ચે અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી અને હવે વાગરા ઔધોગિક વિસ્તારમાં ઔદ્યોગિક આગની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે.