2 હજાર સભ્યો બનાવનારને ટિકિટ ના આપવામાં આવે તો કાર્યકરોમાં ખોટો મેસેજ જાય તેમ હોવાનું પણ મોવડી મંડળ દ્વારા બેઠકમાં ચર્ચા
વોર્ડ 14 માં સિટિંગ કોર્પોરેટર હેમાંગીની કોલેકર ની જગ્યાએ અમીત ઘોટીકરને ટિકિટ આપવા માટે શહેરના નેતાઓ દ્વારા પ્રયાસ
પ્રદેશ કક્ષાએ ટિકિટ વેંહચણીનું કોકડું ગૂંચવાતા ટિકિટો જાહેર કરવામાં વિલંબ
WatchGujarat. BJP અને CONGRESS માં ઉચ્ચકક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવા મામલે મથામણ જારી છે. CONGRESS દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ મામલો ઘૂંચવાયો હોય તેમ લાગી રહ્યું છે. સીટિંગ કોર્પોરેટરની ટિકિટ નહિ કાપવા માટે છેલ્લી ઘડીના ધમપછાડા જોવા મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોંગ્રેસનો વોર્ડ નંબર 1 અને 14 માં પેચ ભેરવાઇ ગયો છે. પ્રદેશ મોવડી મંડળ દ્વારા સિટિંગ કોર્પોરેટરની ટિકિટ નહિ કાપવા પર ભાર મૂકયો છે. જેના કારણે વડોદરા શહેરમાં કોકડુ ગૂચવાઇ ગયું છે. શહેરના પ્રભારીઓને જવાબદારી સોંપાઇ છે. વોર્ડ 1 માં સિટિંગ કોર્પોરેટર અતુલ પટેલના સ્થાને પાસના હરીશ પટેલને ટિકિટ આપવા તથા વોર્ડ 14 માં સિટિંગ કોર્પોરેટર હેમાંગીની કોલેકર ની જગ્યાએ અમીત ઘોટીકરને ટિકિટ આપવા માટે શહેરના નેતાઓ દ્વારા પ્રયાસો કરાઇ રહ્યા છે. જેના કારણે પ્રદેશ કક્ષાએ ટિકિટ વેંહચણીનું કોકડું ગૂંચવાઇ ગયું છે. જેના કારણે ટિકિટો જાહેર કરવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. નામો પર સંમતિ સંધાઇ રહી નથી.
સીટીંગ કાઉન્સલરને કાપવામાં આવે તો વિવાદ વધી શકે તેમ છે. બીજી તરફ કોગ્રેસ માટે 2 હજાર સભ્યો બનાવનાર કાર્યકર્તાઓને પણ ટિકિટ આપવાની જાહેરાત પ્રદેશ કક્ષાએથી કરવામાં આવી હતી. વર્તમાન પરિસ્થિતિમાં 2 હજાર સભ્ય બનાવનાર વોર્ડ નંબર 2 ના નિકુલ પટેલ,વોર્ડ નંબર 14 માંથી સની ચોહાણ,ઝુનેદ સૈયદ તથા વોર્ડ નંબર 10 માંથી અશફાક મલીકની ટિકિટ સામે પણ પ્રશ્ન ઉભો થયો છે. જો 2 હજાર સભ્યો બનાવનારને ટિકિટ ના આપવામાં આવે તો કાર્યકરોમાં ખોટો મેસેજ જાય તેમ હોવાનું પણ મોવડી મંડળ દ્વારા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વોર્ડ નંબર 18 માં ચિરાગ ઝવેરીને ટિકિટ આપવામાં આવશે કે નહિ તેના પર સસ્પેન્સ યથાવત છે.