• કોંગ્રેસી અગ્રણી અને શહેરના પુર્વ મેયરે ભાજપની પેનલને ટેકો જાહેર કરતા રાજકીય ગરમાવો
  • કોંગ્રેસ હવે પતી ગઇ છે, કોઇ પુછતું નથી – સુરેશ રાજપુત
  • રાજનીતીમાં પવન ફેરવાયો, કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરવાથી રાજકીય સમીકરણ ખોરવાશે

WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીને તમામ જગ્યાઓથી જનસમર્થન મળી રહ્યું છે. તેવામાં કોંગ્રેસના અગ્રણી સુરાશ રાજપુતે તેમના વિસ્તારમાં ફેરણી કરી રહેલા BJP ના અજય દધીચની પેનલનું હાર પહેરાવીને સમર્થન કર્યું હતું. આમ, રાજનીતિમાં પવન ફેરવાયો હોવાનું દેખાઇ રહ્યું છે.

કોંગ્રેસના અગ્રણી સુરેશ રાજપુત શહેરના પુર્વ મેયર રહી ચુક્યા છે. રવિવારે તેમના વિસ્તારમાં ભાજપના અજીત દધીચની પેનલની ફેરણીનું આયોજન કર્યું હતું. ફેરણીમાં મુળ કોંગ્રેસના સુરેશ રાજપુતે તેમના પરિવાર સાથે અજીત દધીચને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. એટલું જ નહિ તેમને સમર્થન પણ જાહેર કર્યું હતું. અજીત દધીચે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં પાર્ટી જેવું કંઇ છે નહિ. હવે કોંગ્રેસ પાર્ટી પતી ગઇ છે. અમને કોઇ પુછતું નથી તો શું કામ મજુરી કરવી. ભાજપ અમને એનટ્રી આપે કે નહિ પણ અમે ભાજપના ઉમેદવારોને સમર્થન જાહેર કરી દીધું છે.

ભારતીય જનતા પાર્ટી અંગે સુરેશ રાજપુતે જણાવ્યું હતું કે, પાર્ટીમાં નાનામાં નાના માણસને સ્થાન મળે છે. કોંગ્રેસની જેમ એકબીજાની ખેંચતાણ નથી. તેમજ ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ અને મધ્યમ વર્ગીય લોકોને આવરી લેતી યોજનાઓ બનાવવામાં આવે છે.

આમ, કોંગ્રેસમાંથી ચુંટાઇને શહેરના પુર્વ મેયર બનેલા સુરેશ રાજપુતે સત્તાપક્ષ ભાજપના ભરપેટ વખાણ કર્યા હતા. અને તેમને પોતાને ટેકો જાહેર કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud