• પાલિકાના નવા બોર્ડમાં વિપક્ષનો કાંટો કાઢી નંખાયો
  • ભાજપા દ્વારા ગતરોજ વિપક્ષની લાયકાત અંગેનો દરખાસ્ત કરવામાં આવી હતી
  • બુધવારે સાંજે ભાજપાની સંકલન સમિતીની બેઠકમાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહિ આપવાનો નિર્ણય લેવાયો


WatchGujarat. તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચુંટણીમાં ભાજપને જવલંત વિજય મળ્યો હતો. અને કોંગ્રેસની કારમી હાર થઇ હતી. માત્ર જુજ બેઠકો પર જીત મળતા કોંગ્રેસને પાલિકામાં વિરોધ પક્ષની આશા પણ ઠગારી નિવડી છે. પાલિકામાં વરોધ પક્ષનો કાંટો કાઢી નાંખવા માટે ભાજપા દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેને મંજુર કરી દેવામાં આવી છે. જેને કારણે હવે પાલિકા વિપક્ષ વિહોણું બનશે.

રાજ્યમાં યોજાયેલી પાલિકા અને પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસની ભુંડી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા વર્ષ કરતા અસંખ્ય કોંગ્રેસની સીટ પર ભાજપાના ઉમેદવારોની જીત થઇ હતી. વડોદરા પાલિકાની ચુંટણી પણ કંઇક એવો જ નજારો હતો. કોંગ્રેસને ફાળે માત્ર 7 સીટો આવી હતી. જ્યારે 69 સીટો ભાજપાના ફાળે ગઇ હતી. માત્ર 7 સીટો મળ્યા બાદ પણ કોંગ્રેસને પાલિકામાં વિપક્ષનું પદ મળે તેવી આશા હતા. જો કે હવે પાલિકામાં વિપક્ષનું પદ મળે તે આશા ઠગારી નિવડી છે.

ગતરોજ ભાજપા દ્વારા પાલિકામાં વિપક્ષનું પદ કોંગ્રેસને ન મળે તે માટે સત્તાપક્ષ ભાજપા દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં પાલિકામાં 10 ટકા સીટ હોય તેવા અથવા તો 8 સીટ હોય તેવા પક્ષને વિપક્ષની જગ્યા આપવાનું જણાવાયું હતું. શહેરમાં કોંગ્રેસ પાસે માત્ર 7 સીટ હોવાને કારણે વિપક્ષની ભુમિકામાં નહિ આવી શકે.

બુધવારે સાંજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિપક્ષનું પદ કોંગ્રેસને નહિ આપવા માટેનો નિર્ણય જાહેર કર્યો હતો. અખબારી યાદીમાં જણાવાયું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતીની બેઠરમાં કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે સ્થાન નહિ આપવાનો નિર્ણય જાહેર કરાયો છે. જેને શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે યથાયોગ્ય ગણાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘મિશન 76’ પાર પાડવાના નિર્ધાર સાથે ભાજપા દ્વારા પ્રચાર કરાયો હતો. જોકે, કોર્પોરેશનને કોંગ્રેસમુક્ત કરવાના ભાજપાનો મનસૂબો પાર પડ્યો નહોતો. અને 7 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. આખરે, ભાજપાએ બહુમતીના જોરે કોર્પોરેશનને વિપક્ષમુક્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud