• ગત તા. 13 નવેમ્બરના મોડી રાતની આ ઘટના છે.
  • મુંબઇથી ઉદેપુર જતા અમિતને કોન્સ્ટેબલ ગલસર અને તેના ફોલડરોએ બીલ ચાપડ પાસે કાર રોકી તપાસ કરી હતી.
  • અમિતની કારમાંથી દારૂની બે બોટલો મળતા કેસ નહીં કરવા તેની પાસે રૂ. 20 હજારનો તોડ કરાયો હતો
  • અવાવરૂ જગ્યાએ કાર લઇ જઇ ફરી વાર તપાસ કરાઇ અને રૂ. 18 હજાર રોકડા, એપ્પલ વોચ અને ગુગલ પીક્સલ મોબાઇલ ગાયબ થયો હતો.
  • એપ્પલ વોચ આઇફોન સાથે કનેક્ટ હતી તે વાતથી ગલસર અજાણ હતો

#Vadodara - અમિતની Apple Watch તોડબાજ કોન્સ્ટેબલ ગલસર પાસે જ છે વાતની કંઇ રીતે પુષ્ટી થઇ, જાણો

WatchGujarat. દિવાળીની ઉજવણી કરવા મુંબઇથી ઉદેપુર જવા નિકળેલા અમિતને વડોદરા પોલીસનો ખૂબ જ કડવો અનુભવ થયો હતો. જોકે અમિતે આ મામલે શહેર પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટ અને એસીપી એસ.બી કુંપાવતને કરતા તપાસનો ધમધમાટ થયો હતો. તપાસ દરમિયાન માંજલપુર પોલીસનો તોડબાજ કોન્સ્ટેબલ કસુરવાર ઠેરાતા તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. આ બનાવમાં કોન્સ્ટેબલ રમેશ ગલસર સાથે અન્ય બે  ખાનગી લોકોની પણ સંડોવાણી બહાર આવતા તેમની સામે કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. #Apple Watch

ગત તા. 13 નવેમ્બરના રોજ મુંબઇથી ઉદેપુરા જવા નિકેળેલા અમિતકુમારને હાઇવે પર ભારે ટ્રાફિક નળતા તેણે ગુગલ મેપનો સહારો લીધો હતો. ગુગલ મેપ મૂજબ તે માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બીલ ચાપડ રોડ પર પહોંચ્યો હતો. જ્યાં તોડબાજ રમેશ ગલસર તેની સ્કોર્પીયો કાર લઇ અન્ય બે મળતીયાઓ સાથે ઉભો હતો. અમિતની કારને રોકી આ પોલીસ કોન્સ્ટેબલ અને ખાનગી માણસો દ્વારા તપાસ કરતા તેમાંથી દારૂની બે બોટલો મળી આવી હતી. દારૂનો કેસ કરવાનુ કહેતા અમિત ગભરાયો અને રૂ. 20 હજારમાં મામલો રફેદફે થયો હતો.

આ દરમિયાન અમિતની બે વખત કાર ચેક કરવામાં આવી હતી. પ્રથમ વખત કાર ચેક કરતા તેમાંથી દારૂની બોટલો મળી અને રૂ. 20 હજારમાં પતાવટ પણ થઇ ગઇ હતી. ત્યારબાદ ફરી વખત કાર ચેક કરવાના બહાને અવાવરૂ જગ્યાએ ઉભી કરાવી તોડબાજ રમેશ ગલસર અને તેના મળતીયાઓ દ્વારા ચેક કરવામાં આવી હતી. આ સમયે અમિતની કારમાંથી રોકડ રૂ. 18 હજાર રૂ. 40 હજારની કિંમતનો ગુગલ પીક્સલ ફોન અને Apple Watch ગાયબ કરાઇ હતી.

અમિતે પોતાનો ફોન અને એપ્પલ વોચ પરત કરી દેવા અનેક વખત રમેશ ગલસરને વિનંતી કરી પણ તે માન્યો ન હતો. જોકે તોડબાજ ગલસર કદાચ ટેકનોલોજીથી અજાણ હશે, જેથી તે ભુલ્યો કે એપ્પલ વોચ (Apple Watch) સાથે (Iphone) કનેક્ટ હોય છે. અમિતે આઇફોન સાથે કનેકટ કરેલી એપ્પલ વોચનુ લાસ્ટ લોકેશન ચેક કરતા ચાપડ બ્રાન્ચ પોસ્ટ ઓફીસનુ જાણવા મળ્યું હતુ. આ એજ સ્થળ હતુ જ્યાં અમિતની કારની તલાશી લેવામાં આવી હતી. #Apple Watch

આ બનાવમાં તોડબાજ રમેશ ગલસર સાથે અન્ય બે ખાનગી વ્યક્તિઓની પણ સંડોવણી બહાર આવી છે. જેથી ટુંક સમયમાં પોલીસ અધિકારીઓ દ્વારા રમેશ ગલસરના મળતીયાઓ સામે પણ કાર્યવાહી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.

More #Constable #steal #smartphone #apple watch #case filled #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud