નવા યાર્ડ ખાતે આવેલા કન્ટેનર ડેપોમાં શુક્રવારે સવારે લાગી આગ
ફાયર બ્રીગેડ અને આરપીએફના જવાને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી
આગ અકસ્માતમાં જાનહાની ટળી
WatchGujarat. શહેરના નવા યાર્ડ ખાતે આવેલા કન્ટેનર ડેપોમાં શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગને પગલે ધુમાડાના ગોટે ગોટે સ્થળ પર જોવા મળ્યા હતા. એક તબક્કે આગને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. જો કે ફાયર બ્રીગેડ અને આરપીએફના જવાને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
https://youtu.be/C2AotSd-WK4
રેલવે સ્ટેશન નજીક સયાજી આયર્ન સામે Container Corporation Of India નું કન્ટેનર ડેપો આવેલું છે. ડેપોમાં વિદેશ અથવાતો દેશના અન્ય ભાગોમાં રેલ મારફતે મોકલવામાં આવતા કન્ટેનરને રાખવામાં આવે છે. શુક્રવારે બપોરે અચાનક ડેપોમાં આગ લાગવાને કારણે ધુમાડા નિકળતા જોવા મળ્યા હતા. જેને પગલે વિસ્તારના લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
ડેપોમાં કન્ટેનરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ફોર ક્લીપ મશીન (ક્રેન)માં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી. ડીઝલ ટેંક નજીક હોવાને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી. અચાનક આગ લાગવાને કારણે કન્ટેનર ડેપો પર કામગીરી ખોરવાઇ હતી.
બનાવ અંગે જાણ કરાતા, ફાયર ઓફીસર ઓમ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેની સાથે આરપીએફના જવાનો પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવી લેવાયો હતો. જો કે આગ અકસ્માતને કારણે કોઇ જાનહાની થઇ ન હતી.