• કોરોનાગ્રસ્ત વિસ્તાર :- જ્યુબીલીબાગ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, સુદામાપુરી, વારસીયા, ફતેપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, સમા.
  • ગ્રામ્ય :- સાવલી, કોયલી, બાજવા, કોલીયાદ, ટીમ્બી, ડભોઇ, વાઘોડિયા, પાદરા, પોર ડેસર

WatchGujarat. વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 73 પોઝિટીવ કેસ નોંધાયા છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2,743 સેમ્પલમાંથી 73 કોરોના પોઝિટીવ અને 2,670 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 25,577 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 243 કરવામાં આવ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 618 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 479 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 95 ઓક્સિજન પર અને 44 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 139 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 06 સરકારી હોસ્પિટલ ખાતેથી, 04 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 59 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 69 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 24,716 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 1,585 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 1,585 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તારીખ    પોઝીટીવ કેસોની સંખ્યા

16 માર્ચ  –  73

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud