• અંકલેશ્વરમાં ભારત બાયોટેકની પેટા કંપની ચિરોન બેહરિંગ કોવેકસીન બનાવશે, ભારત બાયોટેકના CoFounder અને JMD સુચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા આપી જાણકારી
  • વિશ્વમાં ચિરોન બેહરિંગ ઉચ્ચ ગુણવત્તાની હડકવા (Rabies) ની રસીની સપ્લાયર છે, જેના પર બ્રેક લગાવી COVAXIN નું ઉત્પાદન કરશે
  • દેશમાં ઝડપી વેક્સીન બને એ માટે કંપની દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું હતું પેપર વર્ક
  • ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે

WatchGujarat. એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહતમાં હવે ભારત બાયોટેકની કોવેકસીનનું પ્રોડક્શન સંભવત જૂન મહિનાથી શરૂ થઈ જશે.  ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર JMD સૂચિત્રા એલ્લાએ ટ્વીટર ઉપર આ જાણકારી આપી છે. ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેકસીનનું ઉત્પાદન કરાશે.

કોવિડ-19 કોરોના (CORONA) મહામારીના કારણે લાખો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સીન(VACCINE) કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યા છે.

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (serum institute of india)ની કોવીશિલ્ડ (covishield) અને ભારત બાયોટેક (bharat biotech)ની કોવેક્સિન (covaxin)હાલમાં અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની કોવેકસીનનું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે.

ભારત બાયોટેકના CoFounder અને JMD સુચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે, અંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડરી Chiron Behring Vaccines Pvt. Ltd. માં ઉત્પાદન શરૂ કરશે. જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ શકે છે જયારે ટૂંક સમયમાં કંપનીમાં બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.

ભારત બાયોટેક દ્વારા હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરુ કરશે. અંકલેશ્વર સ્થિત સબ્સિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ( 20 કરોડ) ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસ (હડકવા) વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.

ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારીને નાથવા માટે મહત્વનું શસ્ત્ર મનાતી વેક્સિનનું અંકલેશ્વરમાં મોટા પાયે ઉત્પાદન મહત્વની અને ગર્વની બાબત મનાઈ રહી છે. ભારત બાયોટેકે અત્યાર સુધી વેકસીનના 5 અબજ ડોઝ વિશ્વને આપ્યા છે. કંપની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે. WHO માન્યતા 16 વેકસીન, 4 બાયો થેરાપ્યુટીકસની 123 દેશોમાં નોંધણી છે. અંકલેશ્વરની પેટા માલિકીની ચિરોન બહેરિંગ વિશ્વભરમાં હડકવાની ઉચ્ચ ગુણવત્તાની રેબિસ રસીનો જથ્થો પૂરો પાડે છે.

કોરોના ઇન્જેક્શન, દવા અને વેકસીન ઉત્પાદનમાં ઝાયડ્સ કેડિલા, ગ્લેનમાર્ક બાદ ચેરીન બેહરિંગ અંકલેશ્વરની ત્રીજી કંપની

અંકલરશ્વરની ઝાયડ્સ કેડિલામાં જ સૌથી વધુ અછત ઉભી થયેલ રેમડેસિવર ઇન્જેક્શન નું રો મટીરીયલ બને છે. અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દવાનું ઉત્પાદન કરી રહી છે. જે બાદ હવે ચિરોન બેહરિંગ વેક્સીન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

કેડિલા ટૂંકમાં વેક્સીન તેમજ ટેબ્લેટ ઉત્પાદન કરી શકે છે

કેડીલા કંપની રિમીડેસીવર ઇન્જેક્શન બાદ હાલ કોરોનાના ઈલાજ માટે દવા અને વેકિસન પર સંશોધન કરી રહી છે. જેનું ટ્રાયલ પણ કરી રહી છે. જે જોતા આગામી મહિનાઓમાં ઝાયડ્સ કેડિલા કંપનીની વેક્સીન પણ બજારમાં ઉપલબ્ધ થશે તેમ અંકલેશ્વર ના ઉદ્યોગ અગ્રણીઓ જણાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud