• તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત પ્રાપ્ત થયો હતો
  • ચુંટણી બાદ ભારતીય જનતા પાર્ટીનું પાર્ટીનું શિર્ષ નેતૃત્વ ચુંટાયેલા તમામને લોકોના સેવક તરીકે જણાવ્યા હતા
  • વડોદરાના કોર્પોરેટરે પ્રાંતવાદ ના હોવો જોઇએ લખી આપી આડકતરી ધમકી
  • ચુંટાયેલા પ્રતિનીધીને ન શોભે તેવી ભાષામાં આડકરતી રીતે ધમકી આપવાની વાતથી કોઇ સહમત થવું મુશ્કેલ
  • કોઇ જ્ઞાતી નહિ, કોઇ ધર્મ નહિ. આપણે બધા ભારતીયો છીએ. – નીતિન પટેલ (દોંગા), કાઉન્સિલર

WatchGujarat. વડોદરા સહિત રાજ્યની પાલીકાની ચુંટણીઓ તાજેતરમાં જ પુર્ણ થઇ હતી. વડોદરામાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીમાંથી ચુંટાયેલા સિનિયર કોર્પોરેટર નીતિન પટેલ (દોંગા) એ ગતરોજ તેમના સોશિયલ મિડીયા ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે, શહેરના કોઇ પણ મોટા માથા હશે એને જમીનમાં દફનાવી દેવાની તાકાત છે, યાદ રાખે. જેને કારણે આગામી સમયમાં વિવાદ વકરી શકે છે.

ઇન્ટરનેટના યુગમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ વિચાર રજુ કરવા માટે અથવાતો અન્યના વિચારો જાણવા માટે હાથવગું સાધન છે. કેટલીય વખત માણસ જે કોઇ વાત સામે ન કહી શકતો હોય તે વાતને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ થકી પહોંચાડવાનો પ્રયાસ કરતો હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં કોઇ વાત સીધી રીતે ન કહી શકાય ત્યારે અકળામણમાં માણસ સોશિયલ મિડીયા પર આડકરતી રીતે વાતનો ઉલ્લેખ કરીને લોકો સમક્ષ મુકતો હોવાની ઘટના અગાઉ અનેક વખત સોશિયલ મિડીયા યુઝર્સે અનુભવી હશે.

રાજકારણમાં સોશિયલ મિડીયા પર લખવામાં આવતી પોસ્ટનું ઘણું મહત્વ હોય છે. જો કોઇ ચુંટાયેલો પ્રતિનીધી કોઇ પોસ્ટ લખે તો તેનું મહત્વ ઓર વધી જતું હોય છે. વોર્ડ નંબર – 10 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિન પટેલ (દોંગા) બીજી વખત ચુંટાયા હતા.  ગતરોજ કોર્પોરેટર નીતિન પટેલ (દોંગા)એ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેઓએ પ્રાંતવાદ નહિ કરવા માટે જણાવ્યું હતું. તેની સાથે તેમણે લખ્યું હતું કે, શહેરના કોઇ પણ મોટા માથા હશે તો એને પણ છ ફૂટ જમીનમાં દફવનાવી દેવાની તાકાત છે, એ યાદ રાખે.

Watchgujarat.com સાથે વાત કરતા નીતિન પટેલે (દોંગા) એ જણાવ્યું હતું કે, કોઇ જ્ઞાતી નહિ, કોઇ ધર્મ નહિ. આપણે બધા ભારતીયો છીએ. પ્રાંતવાદ આ દેશમાં નહી હોવો જોઇએ.  જો કે, નીતિન પટેલે પોતાની સાથે રાજકારણમાં પ્રાંતવાદ અંગે કોઇ કનડગત થઇ હોવાનું  નકાર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર નીતિન પટેલની સોશિયલ મિડીયા પોસ્ટમાં પ્રાંતવાદ નહિ હોવો જોઇએની વાતથી તમામ લોકો સહમત થઇ શકે. પરંતુ ત્યાર બાદ ચુંટાયેલા પ્રતિનીધીને ન શોભે તેવી ભાષામાં આડકરતી રીતે ધમકી આપવાની વાતથી  સહમત થવું મુશ્કેલ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud