• કારની તલાસીમાં દારૂની બોટલો મળી આવતા ચાલક પર કેસ કરવાની ધમકી રૂ. 20 હજાર પડાવી લીધા હતા
  •  ગુગલનો ફોન અને એપ્પલ ( Apple) વોચ ગાયબ થતાં સમગ્ર મામલે મુંબઇના યુવકે તત્કાલીન પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટ અને ACP એસ.બી કુંપાવત ઇમેલ મારફતે ફરીયાદ કરી હતી.
  • સજાના ભાગરૂપે રમેશ ગલસરની પશ્ચિમ કચ્છ-ભુજ ખાતે બદલી કરવામાં આવી
  • હાજર થયા બાદ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કરવામાં આવશે 

WatchGujarat. મુંબઇથી રાજસ્થાન જઇ રહેલા એન્જિનીયરની કારને રમેશ ગલસરે રોકી હતી. અને કારની તલાસીમાં દારૂની બોટલો મળી આવતા ચાલક પર કેસ કરવાની ધમકી વડોદરાના કોન્સ્ટેબલે આપી હતી. એન્જિનીયરે મામલાની પતાવટ માટે રૂ. 20 હજારની અલગ અલગ રીતે ચુકવણી કરી હતી. ચાલક પૈસા ઉપાડવા ગયો ત્યાં તેની કારમાંથી ગુગલનો ફોન અને આઇ વોચ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે એન્જિનીયરે તત્કાલીન પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટને જાણ કરતા તેઓએ તોડબાજ રમેશ ગલસર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

માંજલપુર પોલીસ સ્ટેશનના તોડબાજ કોન્સ્ટેબલ રમેશ ગલસર સામે પ્રેવિનેશન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યાં હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતા કોન્સ્ટેબલને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હાલ જામીન મુક્ત થયેલા રમેશ ગલસરે કરેલા ક્રૃત્યના કારણે સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાઇ હતી. જેના પરિણામે શહેર પોલીસ કમિશનરે આ મામલે ગંભીરતા દાખવતા તોડબાજ રમેશ ગલસરની પશ્ચિમ કચ્છ-ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી છે. બદલી કર્યા બાદ તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તોડબાજ રમેશ ગલસર સામે શા માટે નોંધાઇ હતી પોલીસ ફરીયાદ

મુંબઇનો એન્જિનિયર અમિતકુમાર પોતાની કાર લઇ દિવાળી પૂર્વે (નવેમ્બર) ઉદેપુર જવા માટે નિકળ્યો હતો. અમિત તેની કારમાં એકલો હતો. ગત તા. 13 નવેમ્બરના રોજ અમિત રાત્રી બે વાગ્યાની આસપાસ કરજણ પહોંચ્યો હતો. જ્યાં હાઇવે પર ભારે ટ્રાફિક હોવાથી તેણે શોર્ટ કટ રસ્તો શોધવા માટે ગુગલનો સહારો લીધો હતો. ગુગલ મેપના આધારે તે મોડી રાત્રે બીલ-ચાણસદ રોડ પર પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી જ માંજલપુર પોલીસનો તોડબાજ કોન્સ્ટેબલ રમેશ ગલસર પોતાની સ્કોર્પીયો કાર અને ટોળકી સાથે હાજર હતો. અમિતની કાર આવતા રમેશ ગલસરે અને ટોળકીએ કારને રોકી તપાસ કરતા દારૂની બે બોટલો મળી આવી હતી.

દારૂનો બોટલો મળી આવતા પ્રોહિબીશનનો કેસ નહીં કરવા માટે રૂ. 20 હજારની લાંચ લીધી હતી. ત્યાર બાદ કારને અવાવરૂ જગ્યાએ ઉબી રખાવી ફરી વખત તપાસ કરવામાં આવી હતી. લતોડબાજ કોન્સ્ટેબલ અને ટોળકીએ રૂપિયા લીધા બાદ અમિતને રવાના કર્યો હતો. જોકે ઉદેપુર પહોંચતા અમિતે કારમાં તપાસ કરતા રોકડ રકમ , ગુગલ પીક્સલ ફોન અને એપ્પ વોચ મળી આવી ન હતી. જેથી તેણે માંજલપુર પોલીસનો સંપર્ક કરી રમેશ ગલસરનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. રમેશને અમિતકુમારે ફોન કરી પોતાનો ફોન અને એપ્પલ વોચ પરત કરી દેવા માટે જણાવ્યું હતુ. પરંતુ તોડબાજ કોન્સ્ટેબલ એકનો બે ના થયો હતો.

કોન્સ્ટેબલની કરતુતોથી કંટાળી ગયેલા અમિતકુમારે વડોદરાના તત્કાલીન પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ અને એ.સી.પી એસ. બી કુંપાવતને ઇમેલ મારફતે ફરીયાદ કરી હતી. જે ફરીયાદના આધારે કોન્સ્ટેબલ રમેશ ગલસર સામે તેના જ પોલીસ સ્ટેશન માંજલપુરમાં ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. તોડબાજ કોન્સ્ટેબલના કારણે સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાઇ હોવાથી સજાના ભાગરૂપે પિશ્ચમ કચ્છ-ભુજ ખાતે તેની બદલી કરી દેવામાં છે. જ્યા બદલી કરાયા બાદ તોડબાજ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud