• લાંચીયા પોલીસ કર્મીઓ માટે દાખલો બેસાડતો કિસ્સો
  • મુંબઇના યુવક સામે દારૂનો કેસ નહીં કરવા માટે રૂ. 20 હજારનો તોડ કર્યો
  • એન્જિનિયર યુવકની કારમાંથી દિવાળી પૂર્વે મળી હતી બે દારૂની બોટલો
  • કારમાંથી તપાસ દરમિયાન યુવકના રોકડા રૂ. 18 હજાર, એક મોબાઇલ ફોન અને એપ્પલ વોચ ગાયબ થઇ હતી
#Exclusive - વડોદરા પો.કમિશ્નર ઇન એક્શનઃ માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રમેશ ગલસર સામે કેમ નોંધાયો ગુનો, જાણો
વડોદરા પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટ

ચિંતન શ્રીપાલી. સામાન્ય રીતે પોલીસ ચોપડે પોલીસ કર્મીઓ સામે ફરીયાદ નોંધાતી હોય તેવા કિસ્સાઓ જવલ્લે બનતા હોય છે. પોલીસ કર્મીઓની સેંકડો ફરીયાદો ઉચ્ચઅધિકારીઓને મળતી હોય છે. આવી સ્થિતિમાં કેટલીક ફરીયાદો ખાતાકીય રાહે ચલાવી તેનો નિવેડો લાવી દેવામાં આવતો હોય છે. જ્યારે કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે જેને પોલીસ અધિકારીઓ સ્હેજ પણ સાખી લેતા નથી. તેવો જ એક કિસ્સો માંજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે.

મુંબઇનો એન્જિનિયર અમિતકુમાર પોતાની કાર લઇ દિવાળી પૂર્વે (નવેમ્બર) ઉદેપુર જવા માટે નિકળ્યો હતો. અમિત તેની કારમાં એકલો હતો. ગત તા. 13 નવેમ્બરના રોજ અમિત રાત્રી બે વાગ્યાની આસપાસ કરજણ પહોંચ્યો હતો. જ્યાં હાઇવે પર ભારે ટ્રાફિક હોવાથી તેણે શોર્ટ કટ રસ્તો શોધવા માટે ગુગલનો સહારો લીધો હતો. ગુગલ મેપના આધારે તે મોડી રાત્રે બીલ-ચાણસદ રોડ પર પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી જ માંજલપુર પોલીસના લાંચીયા કોન્સ્ટેબલ રમેશ ગલસર પોતાની સ્કોર્પીયો કાર અને ટોળકી સાથે હાજર હતો.

લાંચીયો કોન્સ્ટેબલ રમેશ ગલસર

રમેશ ગલસરે મોડી રાત્રે કાર આવતી જોઇ તેને અટકાવી હતી. સ્વાભાવિક છે, ચેકીંગ કરવા માટે પોલીસ કારને રોકી તપાસ કરે. આવુ જ કંઇ કોન્સ્ટેબલ રમેશ ગલસરે કર્યું હતુ. અમિતની કારમાં તપાસ કરતા પોલીસને દારૂની બે બોટલો મળી આવી હતી. દારૂ જોઇ પોલીસે અમિતની પુછપરછ કરતા તે ઉદેપુરા જતો હોવાનુ જણાવ્યું હતુ. પણ ગાડીમાંથી દારૂની બે બોટલ મળી એટલે કેસ કરવાની અને પોલીસ સ્ટેશન લઇ જવાની વાત શરૂ થઇ. જેથી અમિતે મામલની પતાવટ માટેની વાત કરી હતી. અમિતની વાત સાંભળી લાલચુ પોલીસ કોન્સ્ટેબલે રૂ. 20 હજારની માંગણી કરી હતી. રૂપિયા આપવા માટે અમિત તૈયાર પણ થયો પરંતુ રોકડા તેની પાસે ન હતા.

રોકડ રકમ લેવા માટે પોલીસ અમિતને બે ATM પર લઇ ગઇ અને રૂ. 10 હજાર લઇ લીધા હતા. બાકીના 10 હજાર માટે કોન્સ્ટેબેલ તેના જાણીતા પેટ્રલપમ્પ પર મોકલી રૂપિયા લેવડાવી દીધા હતા. આમ દારૂનો કેસ નહીં કરવા માટે કોન્સ્બેટલ રમેશ ગલસરે રૂ. 20 હજાર લઇ મામલો રફેદફે કરી દીધો હતો. પરંતુ વાત આટલે જ અટકતી નથી.

ઉદેપુર પહોંચેલા અમિતકુમારે કારમાં તપાસ કરતા કામ અર્થે મુકેલા રૂ. 18 હજાર રોકડા, પીક્સલ કંપનીનો રૂ. 40 હજારનો ફોન અને રૂ. 40 હજારની એપ્પલ વોચ ગાયબ હતી. જોકે અમિત પોલીસ કર્મીઓ સિવાય કોઇની સાથે ઉભો ન હતો, ના તો તેને કાર કોઇને આપી હતી. જેથી તેને શંકા ઉપજવી અને કોન્સ્ટેબલ રમેશ ગલસરને ફોન કર્યો હતો. જોકે આ કારમાંથી રોકડ રકમ ફોન અને એપ્પ્લ વોચ તેને લીધી હોવાનુ સ્વીકાર્યું ન હતું.

અમિત દ્વારા વારંવાર ફોન કરી એપ્પલ વોચ અને ફોન પાછા આપી દેવા વિનંતી કરવા છતાં કોન્સ્બેટલ માન્યો ન હતો. જેથી અમિતે આ મામલે વડોદરા પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટને સમગ્ર ઘટના ઇ-મેલમાં જણાવી હતી. પોલીસ કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લેતા એસીપી એ.બી કુંપાવતને તપાસ સોંપી હતી. તપાસના અંતે ઉપરોક્ત તમામ હકીકત બહાર આવતા ડીસીપી ઝોન-3 ડો. કરણરાજ વાઘેલાની સુચનાથી લાંચીયા કોન્સ્ટેબલ સામે બળજબરી રૂપિયા પડાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

More #રમેશ ગલસર #Corrupted #police #constable #case filled #theft #money #apple watch #pixel phone #Vadodara
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud