• પારિવારીક મામલાઓમાં  મહિલાઓના પ્રશ્ને સમાધાન લાવી અભયમ ટીમની સરાહનીય કામગીરી સામે આવી
  • લગ્નના 40 વર્ષ બાદ દંપત્તિમાંથી મહિલાને શારીરિક બિમારીના કારણે વ્હીલ ચેર પર હરી ફરી શકે છે
  • પત્નીને આવી સ્થિતીમાં મુકી પતિ બહાર જતા મામલો અભયમ સુધી પહોંચ્યો
  • કાઉન્સિલીંગ દ્વારા પતિ- પત્ની વચ્ચેની ઘુંચ ઉકેલાઇ

WatchGujarat. શહેર નજીક આવેલા ગામમાં રહેતી મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇ્નને ફોન કરીને મદદ માંગી હતી કે 40 વર્ષના લગ્ન જીવન બાદ પતિ તેની યોગ્ય રીતે કાળજી લેતો નથી. પોતે બિમાર હોવા છતાં સારવાર કરવાના બદલે પતિ બહારગામ ફરતો રહે છે અને તેની દરકાર રાખતો નથી. જો કે અભયમની ટીમે દંપત્તિ વચ્ચે દરમિયાનગીરી કરીને કુનેહ પુર્વક મામલો થાળો પાડ્યો હતો.

મહિલાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી તેમને થાઇરોડની બીમારી છે અને હાઈ બીપી અને અન્ય રોગોમાં પણ તે સપડાયેલા છે અને તેઓ હાલ વ્હીલચેરની મદદથી ઘરમાં હરી ફરી શકે છે.

દંપત્તિને કોઈ સંતાન ના હોવાથી તેમણે એક દીકરીને દત્તક લીધી હતી, જેના નિકાહ પણ થઇ ગયા છે. બિમારી અને વૃદ્ધાવસ્થા હોવાથી ઘર નું કામ કરવા એક મહિલા આવે છે પરંતુ તેનું કામ પસંદ ના હોવાથી બાકી નું કામ તેમના પતિ પણ કરે છે. પરંતુ અવાર નવાર મહિલાને ઘરમાં એકલી નિ:સહાય અવસ્થામાં મૂકીને તેનો પતિ મૂકી એકલા બહાર ગામ જતો રહે છે.

પૈસે ટકે તેઓ સુખી હોવાથી તેમના પતિ દુબઈ પણ એકલા ફરવા જતા રહ્યા હતા. અભયમની ટીમે ત્યાં હાજર મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરી બીમાર પત્નીની વધુ કાળજી રાખવા તથા બીમારીમાં ભાવનાત્મક આશ્વાસન અને લાગણી રાખવા સમજાવતાં તેમણે પોતાની ભૂલ કબૂલી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud