• ગવર્મેન્ટ એન્જીનયરિંગ કોલેજમાં 90 બેડની વ્યવસ્થા કાર્યરત, ગણતરીના સમયમાં જ 3 દર્દી દાખલ
  • ઓક્સિજન, તબીબો સાથે નર્સિંગ સ્ટાફ તૈનાત કરાયો
  • માઈલ્ડ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી તબીબના પ્રિસ્કીપશન પર દાખલ થઈ વિના મૂલ્યે સારવાર મેળવી શકશે
  • જરૂર પડ્યે મકતમપુર કૃષિ યુનિવર્સીટીમાં પણ 100 બેડનું કોવિડ કેર સેન્ટર ખોલવા માટે સ્ટેન્ડ બાય
  • તંત્રની કોરોના પોઝિટિવના સામાન્ય દર્દીઓને અપીલ હોમ કોરોન્ટાઇન થવા કરતા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઈ માસ્ક સંક્રમણ અટકાવવા સાથે સમગ્ર પરિવારને પણ અસરગ્રસ્ત થતા રોકે

Watchgujarat. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ બીજા વેવમાં ઘાતક બનેલા કોરોના અને બદલાયેલા લક્ષણોમાં માસ સંક્રમણને રોકવા તાબડતોડ ભરૂચ GEC ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલને 90 બેડના કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરી દીધી છે.

ભરૂચની સરકારી ઇજનેરી કોલેજમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સાથે તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. કોરોનાના બીજા વેવમાં માસ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, જેમાં પરિવારનો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ થતા અન્ય સભ્યો પણ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે, જે ચેઇનને તોડવા સાથે વધતા જતા કોરોનાના કેસો અટકાવવા 90 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે.

જેના કારણે પરિવારની કોઈપણ વ્યક્તિ માઈલ્ડ કોરોના સંક્રમિત હોય તો તે આ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ થઈ શકે છે. ડોકટરના રિપોર્ટ અને પ્રિસ્કીપશન પર આવા માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીને દાખલ કરી તેને સારવાર આપવામાં આવશે. ભરૂચમાં ઇજનેરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરથી પરિવારના 1 પોઝિટિવ સભ્યથી અન્ય સભ્ય કે સમગ્ર પરિવારમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું અટકી જશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના માઈલ્ડ લક્ષણ ધરાવતા પોઝિટિવ દર્દીઓ હોમ કોરોન્ટાઇન થવા ને બદલે આ કોવિડ કેર સેન્ટરમાં જ સારવાર માટે દાખલ થાય તેવી અપીલ કરવામાં આવી છે. જેને લઇ ઘરના અન્ય વ્યક્તિઓ આ સંક્રમણથી બચાવ થાય. આ કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવાનું શરૂ કરાયું છે. જેમાં ગણતરીના સમયમાં જ 3 દર્દીઓ સારવાર માટે એડમિટ પણ થઈ ગયા હતા.

જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા એ અગાઉ પણ કહ્યું હતું તેમ, હાંસોટ અને આમોદમાં પણ જરૂર પડ્યે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. સાથે જ ભરૂચ મકતમપુર કૃષિ યુનિવર્સીટીમાં પણ 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવાની તૈયારીઓ સાથે સ્ટેન્ડ બાય રખાયું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud