• સરકારી આંકડાની માયાજાળ વચ્ચે કોરોના પોઝીટીવ દર્દીઓ અને મૃતકોની સંખ્યામાં વધારો થયો હોવાનું સામે આવ્યું
  • કોરોના કહેર વચ્ચે એમ્બ્યુલન્સની વધતી જરૂરીયાત જણાતા ત્રણ યુવા કોર્પોરેટર અને એક પુર્વ કોર્પેરેટરે મળી મફત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી
  • વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ મૃતકોના સત્તાવાર જાહેરાત કરવા માટે ડેથ ઓડીટ કમિટીની રચના કરવામાં આવી

WatchGujarat.વડોદરા શહેરમાં કોવિડ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા ઓએસડી તરીકે ડો. વિનોદ રાવની નિયુક્તિ કરી છે. કોવિડ મેનેજમેન્ટના નામે કોરોના પોઝીટીવ દર્દીઓ અને કોરોના પોઝીટીવ મૃતકોના આંકડાની માયાજાળ બિછાવવામાં આવી છે. અને સાચો આંકડો લોકો સમક્ષ મુકવામાં આવતો નથી તેવું મોટા ભાગના શહેરીજનો માની રહ્યા છે. હવે સ્થિતી એ હદે વણસી છે કે મૃતકોને અંતિમ સ્થાને પહોંચાડવા માટે પણ એમ્બ્યુલન્સની રાહ જોવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. તેવા સમયે શહેરના ત્રણ નવનિયુક્ત કોર્પોરેટર અને એક પુર્વ કોર્પોરેટર દ્વારા મફતમાં ખાનગી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.

વડોદરામાં પાલીકા દ્વારા રોજેરોજ કોરોના પોઝીટીવ દર્દી અને કોરોના પોઝીટીવ મૃત્યુ પામેલા લોકો સહિતની વિગતો દર્શાવતું બુલેટીન બહાર પાડવામાં આવે છે. બુલેટીનમાં દર્શાવવામાં આવતા કોરોના પોઝીટીવ દર્દીઓ અને કોરોના પોઝીટીવ મૃત્યુ પામેલાં દર્દીઓની સંખ્યામાં હકીકતે વધારો જોવા મળે છે. જે સમજવા માટે એક ઉદાહરણ કાફી છે. વહીવહી તંત્ર દ્વારા ડેથ ઓડિટ કમીટીની રચના કરવામાં આવી છે. જેના દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બહાર પાડવામાં આવે છે. કમિટી દ્વારા જારી કરવામાં આવતી સંખ્યાની સામે અનેક મૃતદેહોની કોરોના દર્દીઓની અંતિમ ક્રિયા માટે નિયત પ્રોટોકોલ પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવે છે. જેને લઇને સરકારી આંકડા સામે અનેક સવાલો ખડા થાય છે.

શહેરમાં એ હદે સ્થિતી વળસી રહી છે, કે કોરોના પોઝીટીવ મૃતકોને અંતિમ સ્થાને લઇ જવા માટે એમ્બ્યુલન્સની રાહ જોવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. તેવા સમયે વડોદરામાં નવનિયુક્ત યુવો કોર્પોરેટર લોકોની વ્હારે આવ્યા છે. અને કોરોનાના દર્દીઓ તથા મૃતકો માટે વિશેષ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. જેમાં ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા લોકોને અને મૃતકોને લાવવા લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા કોરોનાના દર્દીઓ અને મૃતકોને નિશુલ્ક સેવા આપવા અંગે યુવા કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે લઇ જવા તથા કોરોના પોઝીટીવ આવ્યા બાદ મૃત્યુ પામેલા લોકોને તેમના અંતિમક્રિયા માટે લઇ જવા માટે એમ્બ્યુલન્સની જરૂરીયાત વધારે હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઇને ત્રણ કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમા, શ્રીરંગ આયરે અને સચીન પાટડીયા અને પુર્વ કોર્પોરેટર રાજેશ આયરે દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. તમામ વ્યવસ્થા મફતમાં આપવામાં આવશે. અત્યારે લોકોની સેવા માટે 10 ખાનગી એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. અને ગઇ કાલથી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી દેવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ક્યાં સંપર્ક કરવો

  • રાજેશભાઈ આયરે – ૯૮૨૪૦૦૬૩૬૬
  • સચીનભાઈ પાટડીયા – ૯૬૦૧૨૯૦૧૩૪
  • નરવીરસિંહ ચુડાસમા – ૯૮૯૮૫૯૬૫૪૨
  • શ્રીરંગ આયરે – ૯૯૨૫૦૯૨૦૫૫

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud