• ઓક્સિજન, બાયપેપ, વેન્ટિલેટર, ખાલી બેડની સંખ્યા જાણી શકાશે
  • સિવિલમાં ઓનલાઈન ડિસ્પ્લે સાથે શહેરમાં વિવિધ સ્થળે 50 થી વધુ બેનરો લગાવાયા
  • જિલ્લામાં 58 કોવિડ હોસ્પિટલ, 7 હેલ્થ સેન્ટર, 6 કેર સેન્ટરમાં 2374 બેડ
  • 1412 ઓક્સિજન અને 113 વેન્ટિલેટર બેડ, અત્યાર સુધી 1.95 લાખ લોકોને વેકસીનેશન
  • સોમવારે સાંજ સુધી 24 મૃતદેહના કોવિડ સ્મશાનમાં અંતિમદાહ

 

WatchGujarat. ભરૂચ જિલ્લામાં વકરી રહેલાં કોરોના મહામારીના સમયમાં વહિવટી તંત્ર દ્વારા કોવિડની સારવાર માટે MOU કરાયેલી 7 હોસ્પિટલોમાં બેડ વધઘટ અંગેની સર્જાયેલા પ્રશ્નના નિરાકરણ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ તમામ 7 હોસ્પિટલોમાં બેડની સુવિધાનું અપડેટ આપતી ઓનલાઇન સ્ક્રિન શરૂ કરવામાં આવી છે. સાથે જ શહેરમાં કોવિડ સારવાર આપતી 24 હોસ્પિટલની માહિતી અને હેલ્પલાઇન નબરના બેનરો 50 થી વધુ સ્થળોએ જાહેરમાં લગાવાયા છે.

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી ગયું છે. ત્યારે સંક્રમિતો પૈકી ગરીબ પરિવારના લોકો સામાન્યત: સિવિલ સહિતની હોસ્પિટલો પર સારવાર માટેે નિર્ભર છે. ત્યારે હાલની આપાતકાલિન સ્થિતીને લઇને ભરૂચ જિલ્લાના વહિવટી તંત્રએ જિલ્લાની 7 હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટેના એમઓયુ કરવામાં આવ્યાં છે.

જેમાં ભરૂચમાં સિવિલ હોસ્પિટલ સહિત સેવાશ્રમ, પટેલ વેલફેર તેમજ અંક્લેશ્વરમાં જયાબેન મોદી અને ઇએસઆઇસી હોસ્પિટલ સહિત આમોદ અને જંબુસરમાં આવેલી અલ મહેમુદ હોસ્પિટલનો સમાવેશ કરાયો છે. ત્યારે આ હોસ્પિટલોમાં ઓક્સિઝન, આઇસીયુ, બાયપેપ તેમજ વેન્ટિલેટરની કેટલાં બેડ ખાલી છે તેની સત્વરે માહિતી મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ઓનલાઇન સ્ક્રિન પર તમામ 7 હોસ્પિટલોમાં બેડની સુવિધા, તેમાં ઓક્સિઝન, આઇસીયુ, બાયપેપ તેમજ વેન્ટિલેટરવાળા બેડની સંખ્યા સાથે ખાલી બેડનું અપડેટ આપવામાં આવી રહ્યું છે. જેથી કે, પરિવારજનો તેના આધારે સ્વજનને જેે તે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જઇ શકે.

જિલ્લામાં 43 ખાનગી અને 7 સરકારી મળી કુલ 58 હોસ્પિટલોમાં 2374 બેડની સવલત ઉપલબ્ધ કરાઈ છે. અત્યાર સુધી 194948 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. જિલ્લામાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ કરાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કોરોના દર્દીને સમયસર સારવાર મળી રહે તે અંર્થે જિલ્લામાં 43 ખાનગી અને 7 સરકારી મળી કુલ 58 હોસ્પિટલોમાં 2374 બેડની સવલત ઉભી કરાયેલ છે.

જિલ્લામાં DCH ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ ( MOU ) હોસ્પિટલ 6 છે. જેમા 431 બેડ , 369 ઓક્સિજન બેડ , 24 વેન્ટિલેટર છે . DCH ( એમપેનલ ) હોસ્પિટલ 39 છે. જેમાં 1253 બેડ , 926 ઓક્સિજન બેડ , 70 વેન્ટિલેટર છે. કોવિડ હેલ્થ સેન્ટર ( CHC ) 7 હોસ્પિટલમાં 256 બેડ , 67 ઓક્સિજન બેડ , 9 વેન્ટિલેટર છે . કોવિડ કેર સેન્ટર ( CCC ) 6 હોસ્પિટલ છે અને 424 બેડ , 50 ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.

સોમવારે સાંજ સુધીમાં કોવિડ સ્મશાનમાં 27 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા સામે ઓક્સિજન અને વેન્ટિલેટર માટે હજી તકલીફો પડી રહી છે જ્યારે રેમડીસીવેર ઇન્જેક્શન મેળવવા દર્દીઓ માટે કોરોનાની અકસીર દવા શોધવા સમાન અશક્ય બની રહ્યું છે. ટોસિલિઝૂમેબ તો દેશમાં ક્યાંય ઉપલબ્ધ જ નહીં હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. 22 એપ્રિલે તેનો સ્ટોક ભારતમાં આવવાની માહિતી મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud