• વડોદરા ટ્રાફીક બ્રિગેડમાં 30 જેટલા તાલીમાર્થી કોરોના પોઝીટીવ આવતા ફફડાટ
  • વર્ષ 2021 ની શરૂઆતના સમયમાં કોરોના કેસોમાં ઘટાડો થતા અને વેક્સીન મળતા લોકોને કોરોનાથી મુક્તિની આશા બંધાઇ હતી
  • શુક્રવારે લાંબા આંતરાય બાદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસો ત્રણ આંકડામાં આવ્યા

WatchGujarat. વર્ષ 2021 ની શરૂઆતમાં વડોદરા અને અન્ય રાજ્યોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને ત્યાર બાદ સરકાર દ્વારા કોરોનાની વેક્સીનના ઉપયોગને ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવતા કોરોનાથી મુક્તિ જલ્દી મળશે તેવી આશા લોકોમાં જન્મી હતી. માર્ચ માસના પ્રથમ સપ્તાહ સુધી કોરોનાથી મુક્તિ મળશે તેવી આશાએ લોકો જીવન જીવી રહ્યા હતા.

જો કે, ચુંટણી બાદ રાજ્યના અનેક સ્થળોએ કોરોનાની સ્થિતી બદલાઇ હતી. અને અચાનક કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવ્યો હતો. જેને લઇને જેમ કોરોનાના શરૂઆતના કાળ માર્ચ, 2020 માં તંત્ર દ્વારા જે પગલા લેવામાં આવ્યા હતા. તેવા જ આકરા પગલા લેવા પડે તેવી સ્થિતી માર્ચ, 2021 માં પણ સર્જાઇ હતી. રાજ્યમાં અમદાવાદ, સુરત, અને હવે વડોદારમાં રાત્રી કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે. અને તકેદારીના તમામ પગલા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે લાંબા સમય બાદ કોરોના પોઝીટીવ કેસો ત્રણ આંકમાં આવ્યા છે. અને 100 નો આંક પાર કરી ગયા છે. જેને લઇને વહીવટી તંત્રની ચિંતા વધી છે.

19 માર્ચના રોજ શહેરની કોરોના અપડેટ્સ

વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 105 પોઝિટીવ કેસ નોંધાયા છે.

કોરોનાગ્રસ્ત વિસ્તાર :-  ગોત્રી, વાસણા રોડ, સુભાનપુરા, માણેજા, માંજલપુર, સનસીટી સર્કલ, યમુનામીલ, તરસાલી, દરબાર ચોકડી, વડસર, સમા, નાગરવાડા, નવાયાર્ડ, છાણી, સુદામાપુરી, વારસીયા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, મકરપુરા

ગ્રામ્ય :- સાંકરદા, અંકોડીયા, કેલનપુર, રણોલી, કરોડીયા, વડુ, આસોજ, વાઘોડિયા, ડભોઇ

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3,588 સેમ્પલમાંથી 105 કોરોના પોઝિટીવ અને 3,483 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 25,836 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 244 કરવામાં આવ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 657 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 488 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 119 ઓક્સિજન પર અને 44 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 169 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 06 સરકારી હોસ્પિટલ ખાતેથી, 08 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 69 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 83 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 24,935 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 1,743 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 1,743 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે. વડોદરામાં ટ્રાફીક બ્રિગેડના 30 જેટલા  કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમાં 11 મહિલા અને 19 પુરૂષોનો સમાવેશ થયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud