• ગુજરાતની સંવેદનશીલ સરકાર અને સરકારી અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ છે
  • વડોદરાની પ્રજાને કોરોના કાળમાં સીટીસ્કેનમાં રાહત મળે તે માટે OSD ડો. વિનોદ રાવે ખાનગી ડાઇગ્નોસ્ટિક સેન્ટરનો ભાવ ગત તા. 25 માર્ચે જ નક્કી કરી જાહેર કરી દીધો હતો
  • સંવેદનશીલ સરકારના HRCT સ્કેનના ભાવ અને ડો. વિનોદ રાવે નક્કી કરેલી રકમમાં રૂ. 500નો વધારો કરાયો
  • સંવેદનશીલ સરકારના નિર્ણયએ પ્રજાને રાહત નહીં પણ આર્થિક બોજો વધારી આપ્યો છે

WatchGujarat. કોરોનાની બેકાબૂ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબીત થતુ જોવા મળી રહ્યું છે. જે રીતે છેલ્લા ઘણા દિવસોથી બુમો પડી રહીં છે કે, હોસ્પિટલમાં દાખલ કરવા દર્દીઓને બેડ નથી મળતા, હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઉભી થઇ રહીં છે, રાજ્યભરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. આવી અનેક મુશ્કેલીઓનુ નિવારણ તો આવતુ નથી, તેવામાં રાજ્યની સંવેદનશીલ સરકાર અને સરકારી અધિકારીઓ વચ્ચે સંકલનનો મોટો અભાવ હોવાનુ ખુલ્લુ પડ્યું છે. જેના કારણે હવે વડોદરાની પ્રજા માટે HRCT સ્કેન મોંઘુ થયું છે.

કોરોના કાળમાં દર્દીઓને સારવારમાં બને એટલી રાહત મળે તે માટે રૂપાણી સાહેબ સરકારે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. અને કેટલાક મહત્વના નિર્ણયો પણ કર્યા છે. પરંતુ તમારી સંવેદનશીલ સરકાર અને અધિકારીઓ વચ્ચે કોઇ પણ પ્રકારનુ સંકલન ન હોય તે નરી આંખે જોઇ શકાય તેવુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ તમે શુક્રવારે કોરોના દર્દીઓને રાહત આપતો સંવેદનશીલ નિર્ણય કર્યો, જેમાં HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો અને કોઇ પણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટીસ્કેનના નિયત ભાવથી વધારે લેતા જણાશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે તેવી તમે જાહેરાત કરી હતી.

રૂપાણી સાહેબ તમારા આ નિર્ણયને લોકો વધાવી લીધો હતો. કોરોનાની બેકાબૂ બનેલી સ્થિતિને પહોંચવી વળવા માટે તમે ફરી એક વખત OSD ડો. વિનોદ રાવને ફરી વડોદરા મોકલ્યાં છે. શહેરમાં કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિ વચ્ચે કેટલાક સેન્ટરો દ્વારા મનફાવે તેટલી રકમ દર્દીઓ પાસેથી વસુલતા હોવાની બુમો ઉઠી હતી. જે બાબત OSD ના ધ્યાને આવતા તેમણે ગત તા. 25 માર્ચના રોજ કોરોના દર્દીઓને રાહત આપતો એક મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં HRCT સ્કેનનો ભાવ રૂ. 2500 નક્કી કરવામાં આવ્યો હતો.

તેવામાં શુક્રવારે રૂપાણી સાહેબ તમે સંવેદનશીલ નિર્ણય લઇ HRCT સ્કેનનો ભાવ રૂ. 3000 નિયત કરી વડોદરાના દર્દીઓને રાહત આપવાને બદલે ભાવમાં વધારો કરી આપ્યો છે. સંવેદનશીલ સરકારે નિયત કરેલા ભાવ અને ડો. વિનોદ રાવે જાહેર કરેલા HRCTના ભાવમાં રૂ. 500નો વધારો ઝીંકાયો છે. ત્યારે હવે સીટીસ્કેન સેન્ટરો અને દર્દીઓના સ્વજનો વચ્ચે કકળાટનુ ઘર થાય તેવી પરિસ્થિતિ ઉભી થવા જઇ રહીં છે.

રૂપાણી સાહેબ તમારી સંવેદનશીલ સરકાર અને સરકારના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે, તે તમારે માનવુ પડશે અને તમે નિયત કરેલા HRCT સ્કેનના ભાવથી વડોદરાના દર્દીઓને રાહત નહીં પણ રૂ. 500નો વધારો સહન કરવાનો વારો આવ્યો છે. જો તમને આ બાબતની અગાઉથી જાણ હોત તો કદાચ તમે HRCT સ્કેનનો ભાવ રૂ. 2500થી નિચે ઘટાડ્યો હોત.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud