વેક્સીનેશન સેન્ટર આપવામાં વ્હાલા દવાલા ની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું તબિબિ આલમમાં ચર્ચાનો વિષય બન્યું
ખાનગી હોસ્પિટલ સંચાલકોમાં વહીવટી તંત્રની કામગીરી સામે મુંજવણ સાથે છુપો રોષ
વેક્સીનેશનની સમગ્ર પ્રક્રિયામાં CoWIN સોફ્ટવેરની મહત્વની ભુમિકા
WatchGujarat. દુનિયામાં સૌથી મોટો કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ ભારત દેશમાં ચાલી રહ્યો છે. 16 જાન્યુઆરીથી તબક્કાવાર રીતે દેશમાં વેક્સીનેશન કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો હતો. વડોદરામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના વેક્સીનેશન સેન્ટર આપવામાં વ્હાલા દવાલા ની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું તબિબિ આલમમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેની સાથે કોરોના વેક્સીનેશનની પ્રક્રિયામાં અત્યંત મહત્વપુર્ણ ગણાતા CoWIN સોફ્ટવેરમાં સર્વરની સમસ્યા આવી રહી હોવાના કારણે કામગીરી પર તેની આંશિક અસર જોવા મળી રહી છે.
શહેર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વેક્સીનેશન સેન્ટર નક્કી કરવામાં આવતા હોય છે. મંગળવારે શહેરમાં બીજા તબક્કાનું કોરોના વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી હોસ્પિટલ અને અનેક ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. વેક્સીનેશન આપવા માનું સેન્ટર આપવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્હાલા દવાલા ની નીતિ અપનાવવામાં આવતી હોવાનું ચર્ચાએ તબિબિ આલમમાં જોર પકડ્યું છે.
સિનિયર ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જે ખાનગી હોસ્પિટલોમાં વધારે કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. તેઓને કોરોના વેક્સીનેશન સેન્ટરની ફાળવણી કરવામાં અગ્રીમતા આપવામાં આવી નથી. જેને કારણે ખાનગી હોસ્પિટલ સંચાલકોમાં વહીવટી તંત્રની કામગીરી સામે મુંજવણ સાથે છુપો રોષ જોવા મળી રહ્યો છે.
CoWIN સોફ્ટવેરમાં સર્વરની સમસ્યાને પગલે કામગીરી પર આંશિક અસર
કોરોના વેક્સીનેશન માટે નિર્ધારિત તબક્કાઓમાં ફ્રન્ટલાઇન વોરિયર્સની પસંદરી કરવામાં આવી છે. વેક્સીનેશનની સમગ્ર પ્રક્રિયામાં CoWIN સોફ્ટવેરની મહત્વની ભુમિકા છે. CoWIN માં રજીસ્ટ્રેશન કર્યા બાદ રજીસ્ટ્રેશન કર્તાને તેનો મેસેજ આવે છે. અને ત્યાર બાદ વેક્સીનની પ્રક્રિયામાં ભાગ લઇ શકાય છે. પરંતુ CoWIN માં સર્વરની સમસ્યા આવી રહી છે. સર્વરમાં રજીસ્ટ્રેશન કરતી વેળાએ લોડિંગમાં વધારે સમય લાગી રહ્યો છે. જેને કારણે પ્રક્રિયા પર આંશિક અસર જોવા મળી રહી છે. જો કે, દેશભરમાં અનેક જગ્યાઓ પર CoWIN સોફ્ટવેરમાં સર્વર સંબંધિત સમસ્યા આવી રહી છે.