WatchGujarat. કોરોનાની રસી આપવા માટે મંગળવારે બીજા તબક્કામાં સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં સિનિયર ડોક્ટરોથી લઇને નર્સ સુધીના કોરોના વોરીયર્સે રસી મુકાવી હતી. તમામ લોકોએ કોરોનાની રસી પર વિશ્વાસ મુક્યો હતો. તથા રસી અંગેની અફવાહો અને ગેરમાન્યતાઓ દુર કરવા અપીલ કરી હતી.
અમે કોવીડ ની શરૂઆતથી રસીની રાહ જોઈ રહ્યા હતાં - સ્ટાફ નર્સ છાયા ચૌહાણ
જી.એમ.ઇ.આર.એસ.ગોત્રી હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા છાયા ચૌહાણે આજે પહેલા રાઉન્ડમાં જ ખૂબ ખુશી સાથે કોવીડ ની રસી મૂકાવી હતું. અમે કોવીડની શરૂઆતથી આ રસીની રાહ જોઈ રહ્યાં હતાં એવી લાગણી વ્યક્ત કરતાં સિસ્ટર છાયાએ જણાવ્યું કે રસી લીધાં પછી હવે અમે વધુ નચિંત થઈને દર્દીઓની સેવા કરી શકીશું. ખોટી અફવાઓ થી ગભરાવા કે ભરમાવા ની કોઈ જરૂર નથી.આ રસી સલામત છે.સરકારે લોકોના અને અમારા જેવા કોવીડના દર્દીઓ સાથે રહેતા આરોગ્ય કર્મચારીઓના ભલા માટે જ રસીની વ્યવસ્થા કરી છે.
કોઈ ખચકાટ કે ચિંતા વગર મેં રસી મુકાવી છે: ડો.મોનાર્ક વ્યાસ
ગોત્રી હોસ્પિટલ ખાતે રસી મુકાવ્યા બાદ મદદનીશ પ્રાધ્યાપક ડો. મોનાર્ક વ્યાસે જણાવ્યું કે કોઈ ખચકાટ કે ચિંતા વગર મેં રસી મુકાવી છે અને સહુને કહું છું કે આ રસી સલામત છે. મેં આજે ભારત સરકારે માન્ય કરેલી કોવિશિલ્ડ રસીનો પહેલો ડોઝ લીધો છે. વારો આવે ત્યારે સહુએ આ રસી લેવી જ જોઈએ એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે રસી થી કોઈકને સામાન્ય આડ અસર થાય છે.કોઈ ગંભીર મુશ્કેલી પડતી નથી.રસીકરણ કેન્દ્રમાં સામાન્ય આડ અસરની સારવારની સુવિધા રાખવામાં આવે છે. ભારત સરકારે અમને,આરોગ્ય ક્ષેત્રના લોકોને મોખરાના કોરોના લડવૈયા ગણી રસી લેવામાં અગ્રતા આપી એનો આનંદ છે અને સરકારનો તે માટે આભાર માનું છું.
રસી કોરોના સામે રક્ષણ આપશે: ડર રાખ્યા વગર રસી લેજો : સ્ટાફ નર્સ માવી ચાર્મી
જી.એમ.ઇ.આર.એસ.ગોત્રી ખાતે સ્ટાફ નર્સ માવી ચાર્મીએ ખૂબ ઉત્સાહ સાથે કોવીડ સામે સુરક્ષા આપતી રસી લીધી હતી. રસી સુરક્ષા આપશે એવું વિશ્વાસ સાથે કહેતા ચાર્મીએ જણાવ્યું કે અમે છેલ્લા એક વર્ષ થી કોવીડના દર્દીઓની સારવારમાં ખૂંપેલા રહ્યાં,સ્ટાફ નર્સ બહેનો એ 21 થી 22 રાઉન્ડ કોરોના ડયુટી કરી.હવે રસી લેવામાં પણ પહેલાં રહ્યાં છે. અમે પહેલી રસી લીધી છે એટલે તમે ડર રાખ્યા વગર રસી લેજો. ખરેખર તો આ રસીની રાહ જોવાતી હતી.રસી લઈને મને આનંદ થયો છે.કોઈ ડર લાગ્યો નથી.એટલે રસી લેવામાં કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી અને અફવાઓમાં વિશ્વાસ કર્યા વગર રસી લેજો.