• ડ્રાય રન તરીકે ઓળખાતા આ પૂર્વ અભ્યાસ માટે સયાજી હોસ્પિટલ ની સર્જીકલ શાખાના ભોંયતળીયે પ્રોટોકોલ પ્રમાણે નો મોડેલ રસીકરણ રૂમ બનાવીને જરૂરી અભ્યાસ કરવામાં આવ્યો
  • નેવી,આર્મી, એર ફોર્સ,પોલીસ અને આરોગ્ય ની જીવન આવશ્યક સેવાઓમાં આવો પૂર્વ અભ્યાસ યોજાય છે – ડો.બેલીમ ઓ.બી.

WatchGujarat. દેશની સાથે સમગ્ર રાજ્યમાં કોવીડ ની રસી લોકો માટે સુલભ બનાવીને સલામત રસીકરણ હાથ ધરવાની તૈયારીઓ ચાલી રહી છે.તેના ભાગરૂપે આજે મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે મહાનગર પાલિકા આરોગ્ય વિભાગના સહયોગ થી,અને નિષ્ણાત તબીબોને જોડી ને કોવીડ ની રસી સંપૂર્ણ તકેદારી સાથે લોકોને આપવાનો પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો.ડ્રાય રન તરીકે ઓળખાતા આ પૂર્વ અભ્યાસ માટે સયાજી હોસ્પિટલ ની સર્જીકલ શાખાના ભોંયતળીયે પ્રોટોકોલ પ્રમાણે નો મોડેલ રસીકરણ રૂમ બનાવીને જરૂરી અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ હાજર રહ્યા હતા.

આ અંગે જાણકારી આપતા કોવીડ વિભાગના વહીવટી અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે આ એક પ્રકારની મોક એક્સરસાઇઝ છે અને જ્યારે નેવી,આર્મી, એર ફોર્સ,પોલીસ અને આરોગ્ય ની જીવન આવશ્યક સેવાઓમાં આવો પૂર્વ અભ્યાસ યોજાય છે ત્યારે તેના માટે ડ્રાય રન જેવો ખાસ શબ્દ વપરાય છે.કોરોના ની રસી લોકોને સચોટ રીતે આપી શકાય તે માટે જરૂરી તકેદારીઓ નો ખ્યાલ મેળવવા તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેના ભાગ રૂપે પ્રતીક્ષા ખંડ,નોંધણી કક્ષ,રસીકરણ કક્ષ અને નિરીક્ષણ ખંડ બનાવી,મહાનગર પાલિકાએ પસંદ કરેલા 25 જેટલા લાભાર્થીઓને રસી કેવી રીતે આપવી એનો મહાવરો સાચે સાચ રસી આપ્યા વગર કરવામાં આવ્યો હતો. તેમાં રસી ની કદાચિત કોઈ લાભાર્થી પર આડઅસર થાય તો પલ્સ ઓક્સીમિ ટર,બીપી તપાસ,ઓકસીજન સપોર્ટ ઇત્યાદિના ઉપયોગ થી અને નિષ્ણાત તબીબોની મદદ થી કેવા પગલાં લેવા તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

જરૂર પડે અસરગ્રસ્ત ને આઇસીયુ માં ખસેડી શકાય તે માટે દર્દિવાહિની પણ રાખવામાં આવી હતી.આધારકાર્ડ ના આધારે રસી લેનારની ડેટા એન્ટ્રી સહિતની બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જે વાસ્તવિક રસીકરણ ને સચોટ અને સલામત બનાવવામાં ઉપયોગી નીવડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud