રસીકરણના તમામ સેન્ટરો પર રાજકીય હોદ્દેદારો હાજર રહ્યા હતા
નિયત પ્રોટોકોલ પ્રમાણે અગાઉથી નક્કી કરેલા લોકોને રસી આપવામાં આવી
હોસ્પિટલના લિફ્ટમેન, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, ડ્રેસીંગ કરનાર ડ્રેસર, તથા અન્ય તબિબિ સ્ટાફને કોરોનાની વેક્સીન આપવામાં આવી
WatchGujarat. આજથી દેશભરમાં દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરામાં શનિવારે સવારે અનેક જગ્યાઓ પર કોરોનાની રસી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. રસીકરણના તમામ સેન્ટરો પર રાજકીય હોદ્દેદારો હાજર રહ્યા હતા. અને નિયત પ્રોટોકોલ પ્રમાણે અગાઉથી નક્કી કરેલા લોકોને રસી આપવામાં આવી હતી.
વડોદરામાં સવારે 10 વાગ્યાથી રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો હતો. કોરોનાની રસીને લઇને છેલ્લા કેટલાય સમયથી દેશવાસીઓમાં ઉત્સુકતા જગાવી હતી. શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના સ્પીકલ રાજેન્દ્ર ત્રિવેદી, જિલ્લા કલેક્ટર તથા મ્યુનિસીપલ કમિશ્નર સહિતના લોકો હાજર હતા. એસએસજી હોસ્પિટલમાં ડો. હેમંત માથુરને પ્રથમ રસી આપવામાં આવી હતી.
વડોદરામાં એક સાથે અનેક હોસ્પિટલોમાં કોરોનાની રસી આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જમનાબાઇ હોસ્પિટલમાં પ્રથમ રસી સિવિલ સર્જન કમલમિશ્રાને આપવામાં આવી હતી. ત્યાર બાદ હોસ્પિટલના લિફ્ટમેન, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, ડ્રેસીંગ કરનાર ડ્રેસર, તથા અન્ય તબિબિ સ્ટાફને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. રસીકરણના પ્રથમ તબક્કામાં ફ્રન્ટ વોરીયર્સની પસંદગી કરવામાં આવી છે.
વેક્સીન લીધી હોય તેવા લોકોને સ્પેશિયલ બેજ (બિલ્લા) આપવામાં આવ્યા
આજથી દેશમાં કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરામાં સરકારી હોસ્પિટલ સહિત અનેક જગ્યાઓ પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. રસી આપ્યા બાદ રસી લીધેલી વ્યક્તિને સ્પેશિયલ બેજ (બિલ્લા) આપવામાં આવ્યા હતા. બિલ્લા પર 'મેં કોરોના વેક્સીન લીધી છે' તેવું લખવામાં આવ્યું છે.
પ્રથમ દિવસે 1000 પૈકી 600 મહિલાઓને રસી આપવામાં આવશે
શનિવારે શહેર-જિલ્લાની 10 સેશન સાઇટ પર કોવિડ-19ની રક્ષણાત્મક રસી આપવાનો પ્રારંભ થયો હતો. દરેક સેન્ટર પર સવારે 10.30 વાગ્યે પ્રધાનમંત્રીના રસીકરણના પ્રારંભ માટેના વેબટેલિકાસ્ટ બાદ તુરંત જ સ્ટેજ પર રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. કોવિડ-19ના રસીકરણના લોન્ચ માટેની દરેક સેન્ટર પર 100-100 કોરોના વોરિયર્સને અપાશે. પ્રથમ દિવસના કુલ 1000 લાભાર્થી પૈકી 600થી વધુ મહિલાઓને રસી અપાશે.