ચિંતન શ્રીપાલી. વડોદરામાં બુધવારે બપોરે કોરોનાની વેક્સીનનો પહેલો જથ્થો જુના પાદરા રોડ ખાતે આવેલા વેક્સીન ઇન્સ્ટીટ્યુટમાં પહોંચ્યો હતો. વેક્સીન પહોંચાડવા માટે સ્પોશિયલ ટ્રક ડ્રાઇવ કરીને મુળ હરીયાણાના પરવેશ કુમાર શર્મા રીયલ લાઇફ હીરો જેવી ભુમિકા ભજવી હતી.
રાજ્યમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. તે પહેલા તમામ ડિસ્ટ્રીક્ટમાં મુખ્ય મથક પર નિયત કરેલો કોરોનાની વેક્સીન કોવિશિલ્ડનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. વેક્સીન પહોંચાડવા માટે મહત્વની ભુમિકા ભજવનાર પરવેશ કુમાર શર્માએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું મુળ હરિયાણામાં આવેલા ગામનો રહેવાસી છું. અને છેલ્લા 11 વર્ષથી ટ્રક ડ્રાઇવીંગનું કામ કરૂ છું. અત્યાર સુધી જ્યારે સમયની ચોક્સાઇ સાથે ડિલીવરી પહોંચાડવાની હોય મને કામ સોંપવામાં આવે છે. મારૂ કામ સુપર ફાસ્ટ ડિલીવરી પહોંચાડવાનું છે. અને તેવા ખાસ પ્રકારના ટાસ્ક માટે જ મારી પસંદગી કરવામાં આવે છે.
ગત રોજ રાત્રે મને જાણ અચાનક કરવામાં આવી હતી કે, મારે વેક્સીનનો ટ્રક લઇને જવાનું છે. વેક્સીન માટે જવાનું હોવાનું સાંભળીને મારામાં જોશ આવી ગયો હતો. હું પુનાથી વેક્સીન લઇને ગુજરાતના અનેક શહેરોમાં જઇ રહ્યો છું તેવા સમાચાર મારા પરિવારજનોને આપ્યા ત્યારે તેઓ ખુશખુશાલ થયા હતા. મારા માટે આ વર્ષની સૌથી મોટ સરપ્રાઇઝ હતી કે, મારે કંપનીમાંથી કોરોનાની વેક્સીન લઇને તેને શહેરોમાં પહોંચાડવાની છે. એક તરફ કોરોનાને કારણે દેશમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાની વેક્સીનની લોકો આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા છે. તેવા સમયે મને કોરોનાની વેક્સીનને કંપનીમાંથી લઇને વિવિધ સેન્ટર પર પહોંચાડવાની તક મળી હતી. મને જાણ કર્યાના ગણતરીના સમયમાં હું ટ્રક લઇને રવાના થયો હતો.
https://youtu.be/rcih3fOgsxM
ગતરોજ રાત્રે 9 વાગ્યે હું પુનાથી વેક્સીન ટ્રક લઇને નિકળ્યો હતો. પહેલા દમણ, પછી સુરત અને હવે વડોદરા આવી પહોંચ્યો છું. કોઇ પણ જગ્યાએ અટક્યા વગર ગઇ કાલથી હું કોરોનાની વેક્સીન લઇને વડોદરા આવી પહોંચ્યો છું. અત્યારે મારા શરીરમાં થાકનો બિલકુલ અહેસાસ નથી થતો. વડોદરા આવ્યા પછી પરવેશ કુમાર શર્માના મોઢા પર થાક નહિ પરંતુ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાની ખુશી વ્યક્ત કરવા માટે વડોદરા વેક્સીન ઇન્સ્ટીટ્યુટ ખાતે આવ્યા બાદ પરવેઝે તેની માતાને વિડીયો કોલ કર્યો હતો. અને પોતે દેશ માટે કંઇ કર્યું હોય તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો.
કોરોનાની વેક્સીન સત્વરે સેન્ટર સુધી પહોંચે તે માટે ગ્રીન કોરીડોર કરવામાં આવ્યો હતો. વડોદરામાં શહેરમાં આવતાની સાથે પોલીસની બે પીસીઆર વાન એસ્કોર્ટ કરીને ટ્રાફીકમાંથી ઝડપથી પસાર થાય તેવી સુવિધા કરી આપવામાં આવી હતી. વડોદરા વેક્સીન ઇન્સ્ટીટ્યુટ ખાતે કોરોનાની વેક્સીન આવી પહોંચતા શહેરના અગ્રણીઓએ તેનું સ્વાગત કર્યું હતું. વેક્સીનના ડબ્બાને ફુલ, ચોખા અને કંકુથી વધાવવામાં આવ્યા હતા.