• કોરોનાના કહેર વચ્ચે સમયે કોવિડ ગાઇડલાઇનનું પાલન અને કોરોનાની વેક્સીન બે જ આપણને સલામત રાખી શકે તેમ છે
  • વેક્સીન રજીસ્ટ્રેશન કરાવવાથી લઇને વેક્સીન મુકાવવા ઘરેથી લાવવા લઇ જવાની સુવિધા આપવા યુવાનો આગળ આવ્યા
  • આપણે પણ આપણી રીતે કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે યથાશક્તિ મદદ માટે આગળ આવવું જોઇએ – રૂકમિલ શાહ
  • કોઇ એક વ્યક્તિથી નહિ પરંતુ સંયુક્ત પ્રયાસોથી કોરોના હારશે

WatchGujarat. શહેરમાં કોરોના બેકાબુ બનીને રોજ સેંકડોથી વધુ લોકોને સંક્રમીત કરી રહ્યો છે. હવે તો સ્થિતી એવી છે કે સરકારે કોરોના દર્દીઓની સારવાર માટે બેડની સંખ્યા વધારવાની સાથે સ્મશાનમાં ચિતાની સંખ્યામાં પણ વધારો કરવાની ફરજ પડી હતી. તેવા સમયે કોવિડ ગાઇડલાઇનનું પાલન અને કોરોનાની વેક્સીન બે જ આપણને સલામત રાખી શકે તેમ છે. શહેરના યુવાને પ્રાયોગીક ધોરણે સરકાર દ્વારા નિર્ધારિત માપદંડ અનુસાર ઉંમર ધરાવતા લોકોને વેક્સીન આપવા માટે ઘરેથી લઇ જઇ પરત મુકી જવા સુધીની સેવા આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. યુવાને વધુમાં વધુ લોકો વેક્સીન લે તેવા ઉદ્દેશ્યથી નવતર પ્રયોગ શરૂ કર્યો છે.

વડોદરાના કર્મશીલ યુવાન રૂકમિલ શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચુંટણી સમયે મતદારોને લાવવા – લઇ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું અનેક વખત અગાઉ ધ્યાને આવ્યું હતું. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે સરકાર તેમના તરફી હોસ્પિટલોના બેડ વધારવા, જરૂરી દવા અને ઇન્જેક્શનો સુનિશ્ચિત કરાવવા સહિતની તૈયારીઓ કરી રહી છે. ત્યારે મને એવો વિચાર આવ્યો કે હું શું કરી શકું.

રૂકમિલ શાહે ઉમેર્યું હતું કે, સતત વિચાર બાદ મેં જે લોકો કોરોનાની વેક્સીન લેવા માટે ઇચ્છે છે પરંતુ કોઇ કારણોસર તેઓ વેક્સીનેશન સેન્ટર સુધી જઇ શકતા નથી. તેઓની મદદ કરવાનું નક્કી કર્યું હતું. હાલ પ્રાયોગિક ધોરણે લોકોને ઘરેથી વેક્સીન અપાવવા માટે લઇ પરત ઘરે મુકવા મફત રીક્ષા મુકી સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારા દ્વારા ત્રણ પ્રતિનિધીઓની નિમણુંક કરવામાં આવી છે. જેઓ અલગ અલગ વિસ્તારમાં રહેલા લોકોનું રજીસ્ટ્રેશન કરાવશે. અને ત્યાર બાદ વેક્સીન મુકાવવા માટે તેઓને રીક્ષામાં ઘરેથી લઇ જઇ પરત ઘરે મુકવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં જે લોકો રજીસ્ટ્રેશન નથી કરી શકતા તેઓને પણ મદદ કરવામાં આવશે.

રૂકમિલ શાહે જણાવ્યું કે, આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. રવિવારે ત્રણ વિસ્તારમાં રીક્ષા મુકવામાં આવશે. અને અમારા વોલંટીયર્સ તમામ સંકલન સાધશે. શનિવાર સુધી રજીસ્ટ્રેશન ચાલશે. પ્રયોગને સફળતા મળી તો વિસ્તાર અને સેવાના દિવસોમાં વધારો કરવામાં આવશે.

રૂકમિલ શાહે વધુમાં જણાવ્યું કે, વડોદરા જીતશે અને કોરોના હારશે. આપણે પણ આપણી રીતે કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે યથાશક્તિ મદદ માટે આગળ આવવું જોઇએ. કોઇ એક વ્યક્તિથી નહિ પરંતુ સંયુક્ત પ્રયાસોથી કોરોના હારશે. અને સ્થિતી સુધરશે. અમારા દ્વારા કરવામાં આવેલા પ્રયોગને સફળતા મળશે તો શહેરના વધુ વિસ્તારોમાં આ પ્રકારે વેક્સીન મુકાવવા માટે લાવવા – લઇ જવા માટે મફત સાધનની વ્યવસ્થા કરવામાં આવશે. અમારો આ પ્રયાસ વેક્સીનને પ્રોત્સાહન કરવા માટે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud