• વિદેશોમાં કોરોના પર નિયંત્રણ મેળવવા માટે સૌથી વધારે કોરોનાની રસીનું કારગર નિવડી છે
  • સરકારી તંત્ર દ્વારા કોરોના કાળમાં ઓક્સિજન, રેમડેસિવિર અને હોસ્પિટલમાં બેડની અસુવિધાના અનેક મામલા અત્યાર સુધી પ્રકાશમાં આવ્યા
  • હવે રસીનો જથ્થો ખુટી જતા નવો જથ્થો ન આવે ત્યાં સુધી રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું
  • કોરોનાને નાથવા માટે સ્માર્ટ સીટી વડોદરાના સત્તાધીશોના અણઘડ વહીવટને કારણે પ્રજાએ વધુ એક વખત ભોગવવાનો વારો આવ્યો

WatchGujarat. કોરોનાની સુનામીમાં રોજે રોજ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવા સમયે શહેરમાં ઓક્સિજન, રેમડેસિવિર સહિતની જરૂરી દવાઓની અછત સામે આવી હતી. હજી આ અછત અંગે કોઇ સમાધાન આવ્યો નથી. ત્યારે હવે રસીની પણ અછત સામે આવી રહી છે. અને રસીકરણ કેન્દ્રની બહાર ‘આજે રસીકરણ સત્ર નથી’ તેવા બોર્ડ લગાડવામાં આવ્યા છે. જેને લઇને કોરોના સામેની લડાઇમાં સરકાર અને વહીવટી તંત્રની અધુરી તૈયારીઓ ખુલ્લી પડી હતી.

રાજ્ય અને દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે વિદેશોમાં કોરોના નિયંત્રણમાં આવીને હવે લોકો માસ્ક વગર જ સામાન્ય જીવન જીવી શકે છે. વિદેશોમાં કોરોના પર નિયંત્રણ મેળવવા માટે સૌથી વધારે કોરોનાની રસીનું કારગર નિવડી છે. રાજ્યમાં પણ કોરોનાની સ્થિતી ખુબ જ ગંભીર છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે રાત્રી કર્ફ્યુ સહિત આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. અને બીજી તરફ 18 કે તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોનું રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. પરંતુ સરકારી તંત્ર દ્વારા કોરોના કાળમાં ઓક્સિજન, રેમડેસિવિર અને હોસ્પિટલમાં બેડની અસુવિધાના અનેક મામલા અત્યાર સુધી પ્રકાશમાં આવ્યા હતા. હવે કોરોનાની વેક્સીનમાં પણ તંત્રની અવ્યવસ્થા સામે આવી છે.

વેક્સીનનો જથ્થો ખુટી પડતા શહેરના મ્યુનિસિપલ કમિશ્નર સ્વરૂપ પી. એ મીડિયાને જણાવ્યું હતું કે, 45 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે COVID-19ના રસીકરણની કામગીરી વેકસીનનો પર્યાપ્ત જથ્થો ન હોવાના કારણે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવેલ છે. વેકસીનનો જથ્થો ઉપલબ્ધ થયેથી રસીકરણની કામગીરી રાબેતા મુજબ ફરીથી શરૂ કરવામાં આવશે.

પાલિકા તંત્ર દ્વારા વેક્સીન અંગે કરેલી અધુરી તૈયારીઓને પગલે વડોદરાવાસીઓની કોરોના સામેની જંગમાં રૂકાવટ આવી છે. જ્યાં સુધી વેક્સીનનો નવો જથ્થઓ નહિ આવે ત્યાં સુધી વેક્સીનેશનની કામગીરીને બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આમ, બીજી વેવમાં પ્રચંડ ગતિએથી વધી રહેલા કોરોનાને નાથવા માટે સ્માર્ટ સીટી વડોદરાના સત્તાધીશોના અણઘડ વહીવટને કારણે પ્રજાએ વધુ એક વખત ભોગવવાનો વારો આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud