WatchGujarat. ક્રિકેટ જગતના સુપર સ્ટાર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું શનિવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમની અંતિમ વિધીમાં હાર્દિક અને કૃૃણાલ પંડ્યા જોડાયા હતા. વિધીવત રીતે શનિવારે બપોરે પંડ્યા બંધુઓના પિતાજીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. વડીવાડી સ્મશાન ખાતે તેમના પાર્થિવદેહને લઇ જવામાં આવ્યો હતો.
જુજ પરિવારજનોની હાજરીમાં અંતિમ વિધી પુર્ણ કરવામાં આવી હતી. બીસીએના અન્ય ઉચ્ચ હોદ્દેદારો હાજર રહ્યા હતા.
https://youtu.be/QdRXKzeZmUo
શનિવારે સવારે ક્રિકેટ જગતના સુપર સ્ટાર પંડ્યા બંધુઓના પિતા હિમાંશુ પંડ્યાનું હ્રદય રોગના હુમલાને પગલે નિધન થયું હતું. વાતની જાણ થતા કૃણાલ પંડ્યાએ વડોદરા ખાતે ચાલતી મુસ્તાક અલી ટ્રોફીની મેચ બીસીએ સત્તાધીશોની પરમિશનથી છોડી હતી. અને પોતાના નિવાસ સ્થાને પહોંચ્યો હતો. બપોરે હાર્દિક પંડ્યા મુંબઇથી ફ્લાઇટ મારફતે વડોદરા આવી પહોંચ્યો હતો.
બંન્ને ભાઇઓએ પિતાને કાંધ આપી હતી. પરિવારજનો અંતિમવિધીમાં જોડાયા હતા. વિઘીવત રીતે હિમાંશુ પંડ્યાની અંતિમવિધી કરવામાં આવી હતી. વડીવાડી સ્મશાન ખાતે શનિવારે બપોરે હિમાંશુ પંડ્યાના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ક્રિકેટ જગતના સુપર સ્ટાર તકીરે ઓળખાય છે. બંન્ને ભાઇઓએ આઇપીએલ બાદથી તેમના ક્રિકેટ કેરીયરમાં ખુબ જ સફળતા મળી હતી. પરંતુ પિતાનું શરૂઆતનું જીવન સંઘર્ષમય હતું.