વડોદરા નજીક ધનીયાવી ગામ પાસે “ડોન્કી ફાર્મ” હાઉસમાં ચાલતી હતી નકલી રેમડેસિવિર બનાવવાની ફેકટરી
અમદાવાદની SVP હોસ્પિટલના મેલ નર્સ નીતેષ જોષીની પણ સંડોવણી બહાર આવતા ઝડપી લેવામાં આવ્યો
અમદાવાદ ચાંગોદરના મેક્સ લાઇફ સેન્સમાંથી ન્યુમોનિયાની 3000 નંગ દવા ખરીદી હતી
રેમડેસિવિરની નકલી સ્ટીકર અને બોક્સ બનાવી ન્યુમોનિયાની દવા પર ચોંટાડી વેચવામાં આવતા
ન્યુમોનિયાની રૂ. 150ની કિંમતની દવા રેમડેસિવિર ઇન્જેક્શનનુ સ્ટીક ચોટાડી 16,000થી 20,000માં વેચતા હતા.
રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરનાર પાંચ શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી 90 ઇન્જેક્શન જપ્ત કર્યાં હતા.
ગત રોજ જપ્ત કરાયેલા તમામ ઇન્જેક્શન નકલી હોવાનુ તપાસમાં બહાર આવ્યું
અત્યાર સુધીમાં 700 જેટલા નકલી ઇન્જેક્શન અમદાવાદ અને 460 નંગ વડોદરા અને આણંદમાં વેચી માર્યા
Watchgujarat. કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ પર કેટલાક લોકો દર્દીઓને મોતના મુખમાં ધકેલી રૂપિયા કમાવવાની તરકીબો શોધી રહ્યાં છે. રાજ્ય ભરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી રહીં છે. ત્યારે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી દર્દીઓને મોતના મુખમાં ધકેલવાનુ અત્યાર સુધીના સૌથી મોટા ષડયંત્રનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી રાજ્યના હજારો કોરોના દર્દીઓના જીવ બચાવી લીધા છે.
ગત રોજ જપ્ત કરાયેલા રેમડેસિવિરના 90 ઇન્જેક્શન નકલી
ગત રોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરનાર પાંચ શખ્સોની ધરપકડ કરી 90 જેટલા ઇન્જેક્શન કબજે કર્યા હતા. આ તમામ ઇન્જેક્શનની ચકાસણી કરવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવી હતી. જપ્ત કરાયેલા ઇન્જેક્શનોની ચકાસણી કરતા તમામ નકલી હોવાનુ સામે આવ્યું હતુ. જેથી આ મામલે પોલીસે ઊંડાપૂર્વક તપાસ કરતા નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેકટરી ચાલી રહીં હોવાનુ જાણવા મળ્યું હતુ.
ધનયાવીના ડોન્કી ફાર્મમાં ન્યુમોનીયાની દવાની 2491 બોટલો મળી આવી
ફેકટરી બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં શહેર નજીકના ધનીયાવી ગામ પાસેના રાધવપુરા સ્થિત આવેલા ડોન્કી ફાર્મમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેકટરી ચલાવતા હોવાનુ ધ્યાને આવ્યું હતુ. જે અંગેની ચોક્કસ માહિતી મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડોન્કી ફાર્મમાં દરોડો પાડતા વિવેક મહેશ્વરી નામનો શખ્સ મળી આવ્યો હતો. ફાર્મમાં તપાસ કરતા જુદી જુદી કંપનીની 2491 દવાની બોટલો મળી આવી હતી. આ તમામ બોટલોની તપાસ કરતા ન્યુમોનીયાની દવા હોવાનુ ખુલ્યું હતુ. જોકે નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવવા માટે ત્રણ મહિનાથી ફાર્મ ભાડે રાખવામાં આવ્યું હતુ.
ડુપ્લીકેટ રેમડીસીવીરની કઇ રીતે બનાવવામાં આવતા
ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવા માટે ભેજાબાજો અન્ય દવાનો ઉપયોગ કરતા હતા. Peperacillin Tazobactam નામની ઇન્જેકશન બોટલ ઉપર Hetro Covifor Injection ના સ્ટીકર લગાડી તેના બોક્ષમા પેક કરવામા આવતા હતા. તથા Terrific-SB નામની ઇન્જેકશન બોટલ ઉપર Jubi – R Remdisivir Injection ના સ્ટીકર લગાડી તેના બોક્ષમા પેક કરવામા આવેલ આવતા હતા. આમ, અન્ય દવાને રેમડેસિવિરના સ્ટીકર અને પેકીંગ સાથે વેચવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
એસ.વી.પી હોસ્પિટલના નીતેષ જોષીએ ચાંગોદરના મેક્સ લાઇફ સેન્સમાંથી 3000 ન્યુમોનીયાના ઇન્જેક્શન ખરીદ્યા હતા
ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિવેક મહેશ્વરીની આ બાબતે પુછતાછ કરતા, અમદાવાદની એસ.વી.પી હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે કામ કરતો નીતેષ જોષી શહેરની જુદી જુદી નામંકિત હોસ્પિટલોમાં કામ કરી ચુંક્યુ હોવાથી તેણે ચાંગોદરના હોલસેલર પાસેથી 3000 નંગ ન્યુમોનીયાની દવા ખરીદી હતી. જે દવાનો જથ્થો વડોદરાના લાવવામાં આવ્યો હતો. ન્યુમોનીયાની દવા પર ચોટાડવા માટે રેમડેસિવિરના સ્ટીકર અને બોક્સ પણ નીતેષ પુરા પાડતો હતો.
અમદાવાદમાં 700 અને વડોદરા-આણંદમાં 460 નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચી માર્યા
જુદી જુદી કંપનીઓના ન્યુમોનીયાના ઇન્જેક્શન ખરીદી નકલી રેમડેસિવિર બનાવવા માટે ધનીયાવી ગામ પાસેનુ ડોન્કી ફાર્મ ભાડે રાખવામાં આવ્યું હતુ. જ્યાં ઇન્જેક્શનનો જથ્થો એકઠો કરી Hetro covifor injection અને Jubi-R Remdesivir Injectionના નકલી સ્ટીકર લગાડી બોક્સમાં પેક કરવામાં આવતા હતા. ત્યારબાદ જરૂરીયાતમંદોને શોધી રૂ. 150ની કિંમતનુ ઇન્જેક્શન રેમડેસિવિરના નામે 16,000થી 20,000માં વેચવામાં આવતુ હતુ. અત્યાર સુધીમાં આ શખ્સોએ અમદાવાદમાં 700 અને વડોદરા-આણંદમાં 460 જેટલા નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચી માર્યા હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ભેજાબાજ વિવેક મહેશ્વરી આણંદમાં ડી.કે એજન્સી નામથી મેડકિલ સ્ટોર ચલાવતો
નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેકટરીનો ભેજાબાજ વિવેક મહેશ્વરી જરૂરીયાતમંદો પાસેથી ઊંચી કિંમત વસુલવામાં આવી હતી. વિવેક આણંદ ખાતે ડી.કે એજન્સી નામથી મેડિકલ સ્ટોર ચલાવતો હોવાથી અનેક લોકોના સંપર્કમાં હતો અને મેડિકલ સ્ટોર પર દવા સપ્લાય કરવા આવતા નઇમા વોરાના સંપર્કમાં આવ્યો હતો. જેથી વિવેકએ તેઓને જણાવ્યું હતુ કે, રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય તો સપ્લાય કરીશ અને આણંદના જતીન પટેલને રેમડેસિવિરની જરૂર હોવાથી નઇમા હનીફભાઇ વોર (રહે. આણંદ) નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પહોંચડતા પોલીસના હાથે ઝડપાઇ હતી.
ઉપરોક્ત મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સમા સાવલી રોડ પર આવેલી સિધ્ધાર્થ વાટીકામાં રહેતા ભેજાબાજ વિવેક ધનશ્યામભાઇ મહેશ્વર અને આણંદની નઇમાબેન હનીફભાઇ વોરાની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદના નીતેષ જોષીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વડોદરા લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.