વડોદરા. શહેર અને પોલીસ બેડામાં ચકચાર મચાવનાર શેખ બાબુ હત્યા કેસમાં 6 આરોપી પોલીસ કર્મીઓ હાલ જેલમાં છે. હજી પણ પોલીસ દ્વારા હત્યા કરી ફેંકી દેવામાં આવેલી શેખ બાબુની લાશની કોઈ પણ ચોક્કસ સગડ મળી નથી. ત્યારે 11 મહિના થી ચકચાર મચાવી રહેલા શેખ બાબુ હત્યા કાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આરોપી પોલીસ દ્વારા શેખ બાબુ ની લાશનો નિકાલ કેનાલમાં કરાયો હોવાની શક્યતાઓને ધ્યાને રાખી કામગીરી શરુ કરી છે. કેનાલ ખાલી કરી કાટમાળ હટાવી લાશ શોધવાના પ્રયાસો તેજ કરાયા છે.

શેખ બાબુ હત્યા મામલે અત્યાર સુધી તપાસની વિગત

ગત તા. 10 ડીસેમ્બર 2019ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબુલાત કરાવવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના એલ.આર.ડી પંકજ સહીત ત્રણ પોલીસ કર્મીઓ શેખ બાબુને ટીપી-13 વિસ્તારમાંથી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યાં હતા. જ્યાં પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઇ, પી.એસ.આઇ ન 4 એલ.આર.ડીએ શેખ બાબુને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધી ઢોર માર્યો હતો. જેમાં શેખ બાબુનુ મોત નિપજ્તા તેના મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી દેવામા આવ્યો હતો. જોકે આ ઘટનાને 9 મહિના જેટલો સમય વિતી ગયો છે. અત્યાર સુધી શહેર પોલીસના એ.સી.પી કક્ષાના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસને ગુનાના કામે વપરાયેલી સ્વીફ્ટ કાર સિવાય કશુ હાલત લાગ્યુ ન હતુ.

ત્યારબાદ શેખ બાબુ હત્યા પ્રકરણની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. સી.આઇ.ડી ક્રાઇમને તપાસ સોંપાયાના ગણતરીના દિવસોમાં 6 આરોપી પોલીસ કર્મીઓ હાજર થયા હતા. જેથી તમામને કોર્ટમાં રજુ કરી 10 દિવસ એટલે કે 11 સપટેમ્બર સુધીના રિમાન્ડ મેળવી તપાસની ધમધમાટ શરુ કરી હતી. પરંતુ 10 દિવસના રિમાન્ડ દરમિયાન પણ સી.આઇ.ડી ક્રાઇમ શેખ બાબુની લાશનો પત્તો મેળવી શકી નથી. 6 આરોપી પોલીસ કર્મીઓના રિમાન્ડ પુરા થતાં સી.આઇ.ડી ક્રાઇમે તમામને કોર્ટમાં રજુ કરી વધુ ચાર દિવસના રિમાન્ડ માંગણી કરી હતી. જોકે કોર્ટ રિમાન્ડ અરજી ખારીજ કરી 6 પોલીસ કર્મીઓને જેલ હવાલે કર્યાં હતા.

શેખ બાબુ ની લાશ મેળવવા માટે કેમ કેનાલ ખાલી કરાઈ રહી છે ?

ફતેહગંજ પોલીસ સ્ટેશન નજીક થી કેનાલ પસાર થઇ રહી છે. અગાઉ અનેક અજાણી લાશો આ કેનાલમાંથી મળી આવી હતી. તેવામાં આરોપી પોલીસ કર્મીઓ દ્વારા લાશનો અહીંયા જ નિકાલ કરવામાં આવ્યો હોય તેવી પ્રબળ શક્યતાઓ છે. જેને લઈને સીઆઇડી ક્રાઇમે , વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટના લાશ્કરોને સાથે રાખી કેનાલ ખાલી કરાવી હતી. અને આજે કેનાલમાં જેસીબી મશીન અને જરૂરી સાધનો વડે શેખ બાબુની લાશ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud