• શહેરા તાલુકાના હત્યા કેસમાં કાચા કામ કેદી તરીકે ગોધરા સબ જેલમાં સજા ભોગવી રહ્યો હતો હત્યારો
  • ઓબર્ઝવેશન માટે કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં રાખવમાં આવેલા કાચા કામનો કેદી પોલીસ કર્મીને ધક્કો મારી ભાગી ગયો હતો.
  • કારેલીબાગ પોલીસે જુદી જુદી ટીમો બનાવી ભાગી છુટેલા કેદીની શોધખોળ હાથ ધરતા હાલોલ રોડ પર ચાલતો જતો ઝડપાયો
  • હત્યાના આરોપમાં સંડોવાયેલા જયંતિ નાયકને 12 મે ના રોજ મેન્ટલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન માટે મુકવામાં આવ્યો હતો

WatchGujarat. શહેરના કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં ગોધરા સબ જેલના કાચા કામના કેદીને ઓબર્ઝવેશન હેઠળ રાખવામાં આવ્યો હતો. તેવામાં હત્યાના ગુનામાં સંડોવાયેલો ગુનેગારો ગત રોજ કુદરતી હાજતે જવાના બહાને પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જેથી કારેલીબાગ પોલીસે જુદી જુદી ટીમો બનાવી ફરાર કેદીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન હાલોલ રોડ પરથી પોલીસી એક ટીમને ફરાર કેદી મળી આવ્યો હતો.

આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, પંચમહાલના શહેરા તાલુકા ખાતે હત્યાના ગુનામાં જ્યંતિ પ્રતિપભાઇ નાયકની પોલીસે ધરપકડ કરી હતી. જેથી જ્યંતિ નાયકને હત્યાના ગુનામાં ગોધરા સબ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટના આદેશ મુજબ જ્યંતિને કારેલીબાગ સ્થિત મેન્ટલ હોસ્પિટલ ખાતે ઓબર્ઝવેશનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે પોલીસની જાપ્તા પણ તૈનાત કરવામાં આવી હતી.

દરમિયાન સોમવારે બપોરના સમયે જાપ્તા પાર્ટીમાં રહેલા પોલીસ કર્મીઓને જ્યંતિ નાયકે કુદરતી હાજતે જવાની વાત કરતા, તેની હાથકડી ખોલી બાથરૂમમાં લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે તકનો લાભ ઉઠાવી જ્યંતિ પોલીસ કર્મીને ધક્કો મારી મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ કારીબાગ પોલીસને થતાં પોલીસે કેદીને શોધી કાઢવા જુદી-જુદી બનાવી તપાસ શરૂ કરી હતી. તેવામાં મંગળવારે સવારે હાલોલ રોડ પર ચાલતો ફરાર કેદી જ્યંતિ પોલીસને મળી આવ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જ્યંતિને જ્યારે પુછવામાં આવ્યું કે, મેન્ટલ હોસ્પિટલમાંથી કેમ ભાગ્યો ? ત્યારે તેણે પોલીસને કહ્યું બસ ભાગી ગયો…. પણ કેમ ભાગ્યો તેવો ફરીથી સવાલ કરતા તેણે એક જ રટણ ચાલુ રાખ્યું હતુ, બસ ભાગી ગયો….. પોલીસ કર્મીના અંદાજા પ્રમાણે મેન્ટલ હોસ્પિટલની દિવાલની ઉંચાઇ 10 ફુટ જેટલી હોઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud