ગઇકાલે ટ્રાન્સફર વોરન્ટથી માંજલપુર પોલીસે ઘરફોડ ચોરીના આરોપીનો કબજો મેળવ્યો હતો
રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરતા પોલીસ જાપ્તામાંથી પણ ભાગવાની કોશિષ કરી હતી
માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની તપાસ અર્થે આરોપીનો જેલમાંથી કબજો મેળવવામાં આવ્યો હતો
બનાવના અંદાજીત દોઢ કલાકમાં પોલીસ સ્ટેશન નજીકથી જ ફરાર થયેલા ગુનેગાર પ્રકાશ વિજયભાઇ રાજપુતને ઝડપી પાડવામાં આવ્યો હતો
WatchGujarat. શહેરમાં વધી રહેલા ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે. રાત્રીના સમયે નાઇટ કર્ફ્યુ હોવા છતાં તસ્કરી ટોળકીઓ ગુનાને અંજામ આપતી હોવાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. તેવામાં માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં થયેલા ઘરફોડી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીનો ગઇકાલે પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ થકી કબજો મેળવ્યો હતો. જે આરોપી આજે બપોરના સમયે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ ગયો હતો.
બનાવ અંગેની આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યાં છે. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા પ્રકાશ વિજયભાઇ રાજપુત (રહે- વારસીયા ખારી તલાવડી) ને માંજલપુર પોલીસે શુક્રવારે વડોદરા મધ્યસ્થ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સમયે પણ આ રીઢા ગુનેગારે પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ભાગવાની કોશિષ કરી હતી પરંતુ સફળતા મળી ન હતી.
દરમિયાન આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેવામાં આજે બપોરને 3 વાગ્યાની આસપાસ ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર પોલીસને ચકમો આપી માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે માંજલપુર પોલીસ અને સ્ટાફ આરોપીને પકડી પાડવા માટે દોડતી થઇ છે. પોલીસ સ્ટેશનમાંથી ભાગી છુટેલા આરોપીને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી વિસ્તારમાં શોધખોળ હાથ ધરી છે.
ઉપરોક્ત ઘટના બાબતે એવી પણ વિગતો જાણવા મળી રહીં છે કે, ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. બપોરના સમયે તેણે ઉલ્ટી થતી હોવાનુ જણાવતા પોલીસ કર્મીઓએ માનવતા દાખવી તેને બહાર કાઢ્યો અને સમયનો લાભ ઉઠાવી રીઢો ગુનેગાર પોલીસની નજર ચુંકવી ફરાર થઇ ગયો હતો.
પ્રકાશ વિજયભાઇ રાજપુત ફરાર થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ સ્ટેશનથી નજીક 600 મીટરના અંતરમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના પીળા કલરના બુટના આધારે ઓળખ કરી હતી. પોલીસને જોતા જ આરોપીએ વધુ એક વખત ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ વખરે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.