- ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા વિશ્વામિત્રી કાંઠે કામનાથ મહાદેવ મંદિરના ઘાટ ઉપર ફેબુ્રઆરીના દર રવિવારે 24 કુંડી હોમાત્મક હવન કરાશે
- જીર્ણોધ્ધારની કામગીરી દરમિયાન અહીં અટલ અખાડાના સંતો મહંતોની 8 સમાધિઓ મળી આવી
- વિશ્વામિત્રી ઋષિએ વડોદરાના રક્ષક નવનાથ મહાદેવ, વિશ્વામિત્રી નદી અને ગાયત્રીમંત્ર પ્રદાન કર્યો
WatchGujarat. વિશ્વામિત્રી કાંઠે ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરના ઘાટ ઓવારાની સફાઈ તથા જીર્ણોધ્ધારની કામગીરી ચાલુ છે. અહીં અટલ અખાડાના સંતો મહંતોની 8 સમાધિઓ મળી આવી છે. જેનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 170 ડમ્પર કચરો માટી બહાર કાઢવામાં આવ્યા છે. હજી 100 ડમ્પર – માટી કચરો બહાર નિકળશે તેવું મનાઈ રહ્યું છે. જાણીતા ધારાશાસ્ત્રી નીરજ જૈન તથા અન્ય સેવાભાવી લોકો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આવનાર સમયમાં વડોદરાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો લોકો સમક્ષ પુનઃ જીવંત થશે.
ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરના ઘાટ ઓવારાની વિશેષતા અંગે વાત કરીએ તો, ઓવારા ઘાટના 42 પગથિયા છે. 8 ઘાટના 642 પગથિયા થાય છે. આજ સુધીમાં 39 ઘાટના 600 પગથિયા માટી કચરામાં નીચે દબાયેલા હતા, તે બહાર કાઢ્યા છે. હજી 42 પગથિયા બહાર નિકળશે. વિશ્વામિત્રી ઋષિએ વડોદરાના રક્ષક નવનાથ મહાદેવ, વિશ્વામિત્રી નદી અને ગાયત્રીમંત્ર પ્રદાન કર્યો છે.
ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા વિશ્વામિત્રી કાંઠે કામનાથ મહાદેવ મંદિરના ઘાટ ઉપર ફેબુ્રઆરીના દર રવિવારે 24 કુંડી હોમાત્મક હવન કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યાથી મહાયજ્ઞાનો પ્રારંભ થશે.