રાતે ઓનલાઈન ટ્રાન્સફર કરાવેલા પેહલા ₹96000 અને બીજી વખતના ₹7 લાખ ત્રિપુરા HDFC બેંકના ભેજાબાજ P jreang ના એકાઉન્ટમાં ડિપોઝીટ કરાવ્યા
વધુ રૂ. 10 લાખની જરૂર માંગવા જતા ઠગાયાનો ઘટસ્ફોટ થયો
વિદેશમાં વસતા સ્વજનનો ભારતમાં મેડિકલ ઇમરજન્સી માટે વોટ્સ એપ મેસેજ આવે તો ચેતી જજો
WatchGujarat. કોરોનાની વિશ્વભરમાં કાતિલ લહેર વચ્ચે હવે INDIA માં કોરોનાના નામે મેડિકલ ઇમરજન્સી જણાવી વિદેશ વસતા ભારતીયોના વોટ્સ એપ નંબર હેક કરી લાખો રૂપિયાની ભારતમાં વસતા સ્વજનો પાસે ડિમાન્ડ કરતા સાયબર માફિયાઓ સક્રિય થયા છે.
આવો જ ચેતી જવા સમાન પહેલો કિસ્સો ભરૂચમાંથી બહાર આવ્યો છે અને સાયબર માફિયાઓએ કેનેડામાં રહેતા સ્વજનનો વોટ્સ એપ નંબર હેક કરી તેના પરથી મેસેજ કરી ભરૂચના સબંધિ પાસેથી ઓનલાઈન રૂ. 7.96 લાખ મેડિકલ ઇમરજન્સીના નામે રાતોરાત ત્રિપુરાના પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા છે. જો કે, ઠગે વધુ પૈસાની માંગણી કરતા વેપારીને શંકા ગઇ હતી. અને વધુ રૂપિયાની ઠગાઇ અટકી હતી.
મેડિકલ ઇમરજન્સીના નામે શરૂ થયેલી સાયબર માફિયાની આ ઠગાઈની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધેયેલી ફરિયાદ પ્રમાણે, ભરૂચની મુક્તિનગર સોસાયટીમાં રહેતા હેમંત વિનોદચંદ્ર પટેલ મોહિત ઇલેક્ટ્રિકલ એન્ટરપ્રાઇઝ શોપ કસકમાં ધરાવે છે. તેમનો ફોઈનો દીકરો પ્રફુલ લક્ષ્મીદાસ પટેલ હાલ કેનેડામાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
શુક્રવારે ભરૂચના હેમંતભાઈ ના મોબાઈલ ઉપર કેનેડા રહેતા તેમના ફોઈના દીકરાનો તેના મોબાઈલ પરથી વોટ્સ એપ મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે, મારે તમારી મદદની તાત્કાલીક જરૂર છે, મેડીકલ ઇમરજન્સી છે અને ભારતમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી આપો.
હું હાલ કેનેડામાં મીટીગમાં છું અને પછી તમારા પૈસા પરત ટ્રાન્સફર કરી આપીશ. અત્યારે વાત થઇ શકે તેમ નથી. આ મેસેજ આવતા ભરૂચથી હેમંત ભાઈએ સામે મેસેજ કરી પૂછ્યું હતું કે, કેટલા રૂપિયાની જરૂર છે. જેથી કેનેડાથી મેસેજ આવેલ કે રૂ. 96,000 મોકલી આપો. વળી ફરી ભરૂચથી ક્યા ખાતા નંબરમાં નાખવાના છે પૂછતાં બેંકની વિગતો મોકલવામાં આવી હતી.
ભરૂચના હેમંત પટેલે તેમના HDFC એકાઉન્ટમાંથી રૂ. 96000 ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ આ કેનેડા સ્થિત પ્રફુલભાઇના નંબરથી મેસેજ આવેલ કે, મારે રકમમા ભુલ થઇ છે અને કુલ રૂ. 7.96 લાખની જરૂર છે. જેથી ફરીવાર એ જ ખાતામાં ₹ 7 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા.
ગઠીયાએ આટલેથી નહિ અટકતા ફરી રૂ. 10 લાખની માંગણી કરી હતી. અને કહ્યું કે અત્યારે તમો પૈસા ટ્રાન્સફર કરો પછી હુ તમારા ખાતામાં રૂ. 20 લાખ નાખીશ. આવી રીતે ફોર્સ કરતા ભરૂચના ઇલેક્ટ્રિકલ શોપના વેપારીને શક ગયો હતો. છેલ્લે કેનેડાના નંબર પરથી રાતે 3.44 કલાકે મેસેજ આવેલ. અંતે કેનેડા રહેતા પ્રફુલભાઈની દિકરી સપનાને હેમંત ભાઈ એ ભરૂચથી ફોન કરી પુછ્યું કે, પપ્પા ક્યા છે. મારે એમનું કામ છે જેથી ભત્રીજી સપનાએ જણાવેલ કે, પપ્પા નોકરી પર છે તમે મેસેજથી વાત કરી લો ત્યા ફોન એલાઉડ નથી.
પણ શુ થયું છે મને કહો જેથી હેમંતભાઈ એ તેને બધી હકીકત જણાવી હતી. અને ત્યાર બાદ મારી ભત્રીજીએ મને જણાવ્યું હતું કે, પપ્પાનુ વોટ્સ એપ હેક થયેલું છે. જેથી આવા મેસેજ આવે છે અમારી ઉપર પણ આ જ રીતના મેસેજ આવે છે. જેથી તમો કોઇ લેવડ દેવડ કરશો નહી બાદમાં હેમંતભાઈને જાણવા મળ્યું હતું કે, તેમના ફેમીલી ગ્રુપમાં બધાને આવા મેસેજ આવ્યો છે.
કેનેડા રહેતા ફઇના દિકરા પ્રફુલભાઇનો વોટ્સએપ નંબર કોઇ અજાણ્યા ઇસમે હેક કરી મેસેજથી ઠગાઇ કરી મેડિકલ ઇમરજન્સીના નામે ₹7.96 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે હેમંત પટેલે શનિવારે નોંધાવી હતી.