• કોરોનાના કપરા કાળમાં સોશિયલ મીડિયા મદદ કરવા અને મદદ માંગવા માટેનું સૌથી હાથવધુ માધ્યમ છે – મયુર ભુસાવળકર
  • એક જ પ્રિસ્ક્રીપ્શનના આધારે એકથી વધુ જગ્યાએથી દવાનો જથ્થઓ મેળવીને દવાઓની માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરવાના પ્રયાસો થઇ શકે
  • કોરોના કાળમાં અગાઉ અનેક તરકીબો અજમાવીને સાયબર માફિયાઓએ લોકોને છેતરવાના પ્રયાસો કર્યા હતા
  • જો કોઇ વ્યક્તિ અથવા સંસ્થાની મદદ જોઇએ તો તેમને ઇમેલ અથવાતો પર્સનલ મેસેજ મારફતે દર્દીની જરૂરિયાતની વિગત અથવા સંબંધિત કાગળીયા મોકલાવો – મયુર ભુસાવળકર

WatchGujarat. હાલ વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. તેવા સમયે કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલના બેડ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાની દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે માંગ છે. તેવા સમયે લોકોને સરકાર પાસેથી ઓછી અને સમાજસેવી સંસ્થાઓ પાસેથી વધારે આશા છે. સોશિયલ મિડીયા પર સંદેશો જલ્દી પ્રસરતો હોવાના કારણે લોકો મેડિકલ રિપોર્ટ અથવા રેમડેસિવિર તથા અન્ય માંગ માટે ડોક્ટરોનુ પ્રિસ્ક્રિપ્શન ઓનલાઇન મુકે છે. જે હિતાવહ નહિ હોવાનો મત એક્સપર્ટ વ્યક્ત કરી રહ્યા છે.

વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, આપણે કોરોનાના કપરા કાળમાંથી પસાર થઇ રહ્યા છીએ. બીજી વેવમાં કોરોના ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. એટલું જ નહિ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. તેવા સમયે કોરોનાની સારવાર માટે જરૂરી રેમડેસિવિર – ટોલીસીઝુમેબ ઇન્જેક્શન અને હોસ્પિટલમાં બેડની ભારે અછત સામે આવી રહી છે.

કોરોનાના કપરા કાળમાં સોશિયલ મીડિયા મદદ કરવા અને મદદ માંગવા માટેનું સૌથી હાથવધુ માધ્યમ છે. જેને લઇને લોકો ઇન્જેક્શન અથવાતો અન્ય જરૂરિયાત માટે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન ઓનલાઇન શેર કરી રહ્યા છે. જે લોકો પ્રિસ્ક્રીપ્શન ઓનલાઇન શેર કરી રહ્યા છે તેમનો ઉદ્દેશ્ય માત્ર મદદ મેળવવાનો છે. પરંતુ ઓનલાઇન દુનિયામાં બધા જ મદદ કરવા માટે બેઠા હોય તેવું માનવું ભુલ ભરેલું છે.

રિપોર્ટ એડીટ કરી ગેરફાયદો ઉઠાવી શકે છે સાયબર માફિયા

મયુર ભુસાવળકરે ઉમેર્યું હતું કે, પ્રિસ્ક્રીપ્શનનો દુરઉપયોગ થઇ શકે છે. એક જ પ્રિસ્ક્રીપ્શનના આધારે એકથી વધુ જગ્યાએથી દવાનો જથ્થો મેળવીને દવાઓની માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરવાના પ્રયાસો થઇ શકે છે. તેનાથી વધુ પ્રિસ્ક્રીપ્શન પર ડોક્ટરની સહિ અને સિક્કો હોય છે. તેવા લેટરને એડિટ કરીને પણ વ્યક્તિગત સ્વાર્થ ખાતર દુરઉપયોગ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

કોરોના કાળમાં પણ સ્થિતીનો લાભલઇને પોતાનો ફાયદો સિદ્ધ કરવા માટે તત્વો સક્રિય

મયુર ભુસાવળકરે કોરોના કાળ દરમિયાન કરાયેલા સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં કોરોનાની વેક્સીનનો જથ્થો લેવા માટે, કોરોનાની રસી મુકાવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા, બોગસ બીલ રિપોર્ટ તૈયાર કરીને ઇન્શ્યોરન્સ કંપનીને ચુનો ચોપડવા સહિત ઠગાઇના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. તમામ કિસ્સાઓ પરથી એક તારણ એવું નિકળે છે કે, કોરોના કાળમાં પણ સ્થિતીનો લાભ લઇને પોતાનો ફાયદો સિદ્ધ કરવા માટે તત્વો સક્રિય છે. તેવા સમયે કોઇ પણ પ્રકારની ચુક ન રહી જાય તેવી રીતે કામ કરવું જોઇએ. નાની અમથી ભુલ સાયબર માફિયાઓ માટે એક તક સમાન છે.

ઇમેલ અથવાતો પર્સનલ મેસેજ મારફતે દર્દીની જરૂરિયાતની વિગત શેર કરો

સમસ્યાનું સમાધાન આપતા મયુર ભુસાવળકરે ઉમેર્યું કે, જો કોઇ વ્યક્તિ અથવા સંસ્થાની મદદ જોઇએ તો તેમને ઇમેલ અથવાતો પર્સનલ મેસેજ મારફતે દર્દીની જરૂરિયાતની વિગત અથવા સંબંધિત કાગળીયા મોકલવા જોઇએ. પરંતુ કાગળીયા જાહેર કરવાથી નુકશાન થઇ શકે છે. અથવાતો સાયબર માફિયાના શિકાર બની શકીયે છીએ.

(મયુર ભુસાવળકર સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર છે. તેઓ ગુજરાતના અગ્રણી સમાચાર પત્રમાં કોલમીસ્ટ છે અને સમયાંતરે સાંપ્રત વિષયો પર અનેક ન્યુઝ પેપર અને ચેનલમાં તેમનો એક્સપર્ટ વ્યુ આપતા હોય છે.)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud